હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરભકુમારના પાનકાર્ડ ઉપર બે જીએસટી નંબર લેવાયાઃ બંને નકલી કંપની દ્વારા કરોડોની હેરાફેરી
યુપી અઢી વીઘા જમીનના માલીક ખેડૂતને આઇટીની 30 કરોડની નોટિસ!

લખનૌઃ યુપીના ઉત્તર પ્રદેશના મથુરામાં માત્ર અઢી વીઘા ખેતરના માલિક એક ખેડૂતને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 30 કરોડની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસ મળતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તેણે તેની ઓળખનો દુરૂપયોગ થયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉત્તર પ્રદેશના મથુરાના ખેડૂત સૌરભ કુમારને 26 માર્ચે આવકવેરા વિભાગે પોસ્ટ મારફત રૂ. 30 કરોડની નોટિસ ફટકારી હતી. સૌરભે કહ્યું કે તેના પાન કાર્ડ પર બે જીએસટી નંબર લેવાયા છે, જેના પર બે નકલી કંપની બનાવાઈ છે. આ કંપનીઓમાં કરોડો રૂપિયાનો કારોબાર થયો છે. સૌરભે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં આઈટી વિભાગે તેને રૂ. 14 કરોડની નોટિસ આપી હતી.
પહેલા તેને લાગ્યું કે કોઈએ તેની સાથે મજાક કરી હશે. જો કે, પાછળથી વકીલ મારફત તેણે આઈટી વિભાગને જવાબ મોકલ્યો કે તેણે કોઈ જીએસટી નંબર લીધો નથી. ત્યાર પછી તેણે આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહોતું.
હવે 27 માર્ચે તેની પાસેથી ફરી રૂ. 16 કરોડની લેવડદેવડની માહિતી માગવામાં આવી હતી. આથી સૌરભકુમારે મથુરામાં એસપી સીટી ડૉ. અરવિંદ કુમારને ફરિયાદ કરી હતી અને આ કેસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા માગ કરી હતી. આ કેસની તપાસ કરવામાં આવતા ખેડૂતના પાન કાર્ડ પર એક જીએસટી નંબર એચઆર એન્ટરપ્રાઈઝ જ્યારે બીજો કવિતા ઈન્ડસ્ટ્રીઝના નામે લેવાયો છે. આ બંને દિલ્હીના શકરપુરના સરનામા પર લેવાયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
