હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મુંબઇઃ મહારાષ્ટ્રના શિરડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભીખારી ધરપકડ અભિયાન દરમિયાન તંત્રએ 50થી વધુ ભીખારીઓને પકડ્યા હતા. પરંતુ આ દરમિયાન એક ભિખારી અંગ્રેજીમાં ભીખ માગતા પકડાતા પોલીસે વધુ પૂછપરછ કરી તો ચોંકી ઉઠી હતી. તેમાં વ્યક્તિએ પોતાને ઈસરોના સેવાનિવૃત્તિ અધિકારી તરીકેની ઓળખ આપતા શિરડી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
તપાસમાં સામે આવ્યું કે કેરળના કે.એસ. નારાયણન નામના વ્યક્તિ 1988માં ઈસરોના અધિકારી હતા અને 2008માં સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લીધી હતી. તેમણે કહ્યું દાવો કર્યો હતો કે મોટો પુત્ર યુકેમાં કામ કરે છે અને તેઓ શિરડી દર્શન માટે આવતી વખતે નાસિકમાં બેગ ચોરાઈ ગઈ હતી. જેમાં આધારકાર્ડ, આઈકાર્ડ અને પૈસા હતા. પરત જવા માટે પૈસા ન હોવાથી ભીખ માગવા બેઠા હતા તેવો દાવો કર્યો છે. કે.એસ. નારાયણને દાવો કર્યો છે કે તેઓ ઈસરોના અનેક મિશનમાં સામેલ હતા. શિરડી પોલીસે તેમના દાવાઓની સત્યતા ચકાસીને મુક્ત કર્યા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM