<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

વોટર પાર્કની રોલર કોસ્‍ટર રાઇડમાં યુવતીએ સંતુલન ગુમાવ્‍યુઃ મોત

દિલ્હીના કપાસેરાના વોટર પાર્કની ઘટનાઃ રાઈડ પરથી પડી જવાથી 24 વર્ષની પ્રિયંકાનું મોતઃ BNSની કલમો હેઠળ ફરીયાદ નોંધાઇ

નવી દિલ્‍હીઃ રાજધાની દિલ્હીના કાપશેરા વિસ્તારના 'ફન એન્ડ ફૂડ વિલેજ'માં શનિવારે 24 વર્ષની પ્રિયંકાનું રોલર કોસ્ટર રાઈડ પરથી પડી જવાથી મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને સવારીમાંથી પડી ગઈ, જેના કારણે તેણીને ગંભીર ઈજા થઈ.

પ્રિયંકાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હાલમાં દિલ્હી પોલીસે માહિતી આપી છે કે BNSની કલમ 289/106 હેઠળ FIR નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

(3:28 PM IST)