હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં આવેલ મિશન હોસ્પિટલમાં માનવજાતના વિશ્વાસને હચમચાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નકલી ડૉક્ટરે હોવાનો દાવો કરીને ગંભીર હૃદયરોગના દર્દીઓનું ઓપરેશન કર્યું અને તેના પરિણામે 7 દર્દીઓએ જીવ ગુમાવ્યો. હવે આ મામલે દેશભરમાં હોસ્પિટલ તંત્રના બેદરકારીભર્યા વલણ પર અનેક સવાલો ઉભા થયા છે.
જોકે આ ડૉક્ટર પોતાને લંડનના "ડૉ. ન્કેમ જોન" તરીકે ઓળખાવતો હતો, પરંતુ હકીકતમાં તેની પાસે કોઈ માન્ય ડિગ્રી નહોતી. આ વ્યક્તિ મિશન હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે કામ કરવા લાગ્યો અને ગંભીર હૃદયરોગ ધરાવતા દર્દીઓના ઓપરેશન પણ શરૂ કર્યા. ચોક્કસપણે, આવું નિર્ણય લેવાં પહેલાં તંત્રે તેની ઓળખ અને લાયકાત ચકાસવી જોઈએ હતી પણ તે કરવામાં આવી ન હતી જેના ભોગ દર્દીઓ બન્યા છે.
આ ઘટના ફેબ્રુઆરી મહિનાની છે, જ્યારે દર્દીઓના ઓપરેશન દરમિયાન એક પછી એક 7 દર્દીઓના મોત થયા. તેમ છતાં હોસ્પિટલ તંત્રએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નહીં કે જવાબદારી સ્વીકારી નહીં. આ ઘટનાની વિગતો ત્યારે બહાર આવી જ્યારે બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ દીપક તિવારીએ આ અંગે ફરિયાદ નોંધાવી. તેમને ઘટનાની જાણ થતાં આરંભિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી. ત્યારબાદ માર્ચ મહિનામાં આ ફરિયાદ માનવ અધિકાર આયોગ સુધી પહોંચી. જ્યાં અત્યાર સુધી 7 મોતની પુષ્ટિ થઈ છે, ત્યાં તપાસ દરમિયાન એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. હજુ પણ કેટલાક કેસોની તપાસી થઇ રહી છે, જેના પરિણામે આખો મામલો વધુ ગંભીર બનતો જાય છે
બાળ સુરક્ષા આયોગના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ આ સમગ્ર ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે . તેમણે જણાવ્યું કે મિશન હોસ્પિટલ ‘પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના’ સાથે જોડાયેલ છે. આ યોજના અંતર્ગત સરકારી ભંડોળ મળે છે, જેના આધારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત સારવાર આપવામાં આવે છે. પરંતુ હવે આ ઘટના બાદ એવો આક્ષેપ પણ થયો છે કે આ નકલી ડૉક્ટર દ્વારા થયેલી કામગીરીથી સરકારી ભંડોળનો પણ દુરુપયોગ થયો છે કે નહીં ? બાળ સુરક્ષા આયોગના
વધુમાં તે જણાવે છે કે "દમોહના મિશનરી હોસ્પિટલમાં નકલી ડૉક્ટરે હૃદયરોગના દર્દીઓ પર ઓપરેશન કર્યું, જેના પરિણામે 7 લોકોના મૃત્યુ થયા. આ ઘટના ખૂબ જ ગંભીર છે અને તાત્કાલિક તપાસની માંગ કરે છે." તેમની પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોકો તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
અત્યારે આ મામલાની અધિકારીક તપાસ ચાલી રહી છે. સંબંધિત તંત્રો અને તપાસ એજન્સીઓએ હોસ્પિટલ તંત્ર, નકલી ડૉક્ટર અને અન્ય સંડોવાયેલા કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી છે. જનતાની સ્પષ્ટ માંગ છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટના પુનઃ ન બને એ માટે કડક નિયમો લાગુ કરવામાં આવે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM