<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

સાઉદી અરેબિયાએ ભારત-પાકિસ્તાન સહિત 14 દેશ પર લગાવ્યો વીઝા પ્રતિબંધ મુક્યો

સાઉદી અરેબિયા સરકાર દ્વારા આ કામચલાઉ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા તેમજ ઉમરાહ વિઝા પર લાગુ થશે.

સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના 14 દેશોના વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી અરેબિયા સરકાર દ્વારા આ કામચલાઉ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા તેમજ ઉમરાહ વિઝા પર લાગુ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળની સાઉદી સરકારે અન્ય દેશોના લોકોને નોંધણી વગર હજમાં ભાગ લેતા અટકાવવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. જોકે આ કામચલાઉ પ્રતિબંધ બધા દેશો પર જૂનના મધ્ય સુધી એટલે કે આ વર્ષે હજ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ત્યારબાદ વિઝા પ્રોગ્રામ ફરીથી સામાન્ય રીતે લાગુ કરવામાં આવશે.

 

સાઉદી અરેબિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશીઓ આ મહિનાની 13 તારીખ એટલે કે 13 એપ્રિલ સુધી જ ઉમરાહ વિઝા માટે આવી શકશે. 13 એપ્રિલ બાદ ઉમરાહ વિઝા બંધ કરવામાં આવશે.

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ યાત્રાનું સુઆયોજીત રીતે સંચાલન કરી શકાય તે માટે 14 દેશો માટે વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. સાઉદી અરેબિયાએ જે દેશોમાં હંગામી વિઝા પ્રતિબંધ લાદ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, ઇરાક, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરીના નિયમો હળવા કરવા માટે આ કામચલાઉ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનાથી હજ દરમિયાન મુસાફરોની સલામતીમાં સુધારો થશે અને મુસાફરી અત્યંત આરામદાયક બનશે.

(8:29 PM IST)