હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણીમાં ભાજપના વિજયમાં અરવિંદ કેજરીવાલે પણ અમારી મદદ કરી છે: ભાજપના મુખ્યમંત્રીનો ઘટસ્ફોટ
દિલ્હી ચૂંટણી જીતવામાં કોંગ્રેસે પણ ભાજપની મદદ કરી. અનેક સીટો પર પાર્ટીએ મત કાપવામાં કામ કર્યું.

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 સીટો પર જીત પ્રાપ્ત કરીને 27 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું માનવું છે કે, ભાજપ આ જીતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો મોટો ફાળો છે. તેમણે તેનું કારણ જણાવતા કહ્યું કે, ચૂંટણીમાં ભાજપની જીતમાં અરવિંદ કેજરીવાલે પણ અમારી મદદ કરી છે. તેના માટે તેમણે તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રેખા ગુપ્તાએ આ વાત તે સવાલના જવાબમાં કહ્યું કે, દિલ્હી ચૂંટણી જીતવામાં કોંગ્રેસે પણ ભાજપની મદદ કરી. અનેક સીટો પર પાર્ટીએ મત કાપવામાં કામ કર્યું. જેનો ભાજપને ફાયદો થયો. તે અંગે રેખા ગુપ્તાએ કહ્યું કે, મદદ તો અમારી કેજરીવાલ સાહેબે ખુબ કરી. જો તેઓ કર્મ ન કર્યું હોત તો ભાજપ કઇ રીતે આવી શકી હોત. અમે તેમના આભારી છીએ.
રેખા ગુપ્તાએ કહ્યું કે, અમને ખબર હતી કે, અરવિંદ કેજરીવાલ આ વખતે હારશે. કારણ કે ઘમંડ વધારે દિવસ કોઇનો ટકતો નથી. જનતા જો બીજી વખત તેમને ચૂંટણી જીતાડી છતા તેમણે તેની લાજ રાખી નહોતી. જ્યારે 2015 માં ચૂંટણી લડી ત્યારે હવાઓ અલગ હતી. લોકોને લાગ્યું કે, તેમની પાર્ટી ઇમાનદાર છે. તે ખુબ જ સારુ કરશે.
જો કે સમય જતા લોકોને સત્ય ખબર પડી ગઇ. જે પણ કેજરીવાલ બોલ્યા છે તેનું વિરુદ્ધ જ કર્યું છે. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેની પોલ ખુલતી ગઇ. લોકોને ખબર પડતી ગઇ. તેની ઇમેચ ધીરે ધીરે ધોવાવા લાગી હતી. તેમના કામોનું સત્ય પણ લોકો સામે આવવા લાગ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
