હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પના ટેરિફની આગ ક્રિપ્ટો માર્કેટ સુધી પહોંચીઃ બિટકોઇન અને ઇથેરિયમમાં તીવ્ર ઘટાડો
ટ્રમ્પના ટેરિફની આગમાં વિશ્વભરના શેરબજારો સળગી રહ્યા છેઃ હવે ક્રિપ્ટો માર્કેટ પણ તેની અસર હેઠળ આવી રહ્યું છે

નવી દિલ્હી,તા.૭: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ યુદ્ધની અસર ક્રિપ્ટોકરન્સી બજાર પર જોવા મળી હતી. ટ્રમ્પના ટેરિફની આગમાં વિશ્વભરના શેરબજારો સળગી રહ્યા છે, હવે ક્રિપ્ટો માર્કેટ પણ તેની અસર હેઠળ આવી રહ્યું છે. એશિયન બજારો ખુલતાની સાથે જ મોટી વેચવાલી જોવા મળી, જેમાં બિટકોઇન સહિતની મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો નોંધાયો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ક્રિપ્ટો માર્કેટર્સે છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ઼૭૪૫ મિલિયન (આશરે રૂ. ૬,૨૦૦ કરોડ) મૂલ્યના તેજીવાળા દાવ (પોઝિશન ખરીદવી) જોયા, જે લગભગ છ અઠવાડિયામાં સૌથી મોટી વેચવાલી છે.
બ્લૂમબર્ગના મતે, સિંગાપોર બજાર ખુલતાં જ બિટકોઇનની કિંમત ૭% ઘટીને $૭૭,૦૭૭ (લગભગ રૂ. ૬૪ લાખ) થઈ ગઈ. તે જ સમયે, ઇથેરિયમ ઓક્ટોબર ૨૦૨૩ પછીના તેના સૌથી નીચા સ્તરે $૧,૫૩૮ (લગભગ રૂ. ૧.૨૮ લાખ) પર સરકી ગયું.
૭ એપ્રિલના રોજ ક્રિપ્ટો માર્કેટનું કુલ મૂડીકરણ (માર્કેટ કેપ) ઼૨.૫ ટ્રિલિયન (આશરે રૂ. ૨૦૮ લાખ કરોડ) હતું, જે છેલ્લા ૨૪ કલાકમાં ૬.૫૯% ઘટી ગયું છે. જોકે, કુલ ટ્રેડિંગ વોલ્યુમ ૧૩૭.૯૧% વધીને ૧૦૧.૮૪ અબજ ડોલર (લગભગ ૮.૫ લાખ કરોડ રૂપિયા) થયું. આમાંથી, સ્ટેબલકોઇન્સ (જેમ કે ટેથર) એ ઼૯૫.૫૭ બિલિયન (૯૩.૮૪%) નું યોગદાન આપ્યું.
બિટકોઈનનું વર્ચસ્વ (બજાર હિસ્સો) ૦.૫૭% વધીને ૬૨.૫૨% થયું. ૭ એપ્રિલના રોજ સવારે ૭ વાગ્યા સુધીમાં, બિટકોઈનની કિંમત ઼૭૮,૯૩૮ (લગભગ ૬૫.૮ લાખ રૂપિયા) પર સ્થિર થઈ, જે પાછલા દિવસ કરતા ૫.૬૯% ઓછી છે. તેનું માર્કેટ કેપ ઼૧.૫૬ ટ્રિલિયન અને ટ્રેડિંગ વોલ્યુમ ઼૪૦.૯૭ બિલિયન હતું.
ઇથેરિયમઃ ૧૨.૧૦% ઘટીને ઼૧,૫૯૦.૦૬, માર્કેટ કેપ ઼૧૯૧.૮૮ બિલિયન
સોલાનાઃ ૧૧.૪૪% ઘટીને $૧૦૬.૫૩, માર્કેટ કેપ $૫૪.૯૧ બિલિયન.
ટેથરઃ $૦.૯૯૯૪ પર સ્થિર, પરંતુ તેનું ટ્રેડિંગ વોલ્યુમ $૮૨.૪૮ બિલિયન હતું, જે બિટકોઇન કરતા બમણું હતું.
ઓપ્શન માર્કેટ સૂચવે છે કે વેચવાલી ચાલુ રહી શકે છે. બિટકોઇન માટે ઼૭૫,૦૦૦ અને ઇથેરિયમ માટે ઼૧,૫૦૦ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે,ૅ સીન મેકનલ્ટીએ જણાવ્યું. દરમિયાન, કોસ્મો જિયાંગે જણાવ્યું હતું કે, આ ઘટાડો ટ્રમ્પના ટેરિફ સાથે સંબંધિત છે, અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ સાથે નહીં. ટેરિફ દબાણ ઘટતાની સાથે જ બજારમાં સુધારો થઈ શકે છે.(૪૦.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
