<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

હદ થઈ ગઈઃ ભણવાની ઉંમરમાં બિહારમાં બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધાઃ મંદિરમાં જઈ ફેરા લીધા

બંનેએ જાહેરમાં પોતાના સંબંધનો સ્‍વીકાર કર્યો છે અને તેને છુપાવવાની કોશિશ પણ નથી કરી

બેતિયા,તા.૭: બિહારના બેતિયા જિલ્લામાંથી એક અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં બે યુવતીઓએ સામાજિક બંધનો અને પરંપરાને તોડી એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ ઘટના યોગાપટ્ટી પ્રખંડના ડુમરી પંચાયતમાં આવેલા અહિરૌલી ગામની છે. રેખા કુમારી અને પ્રિયંકા કુમારીએ એકબીજા સાથે મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા છે.

રેખા અને પ્રિયંકાની વચ્‍ચે પારિવારિક સંબંધ છે. પ્રિયંકા અને રેખાની ભાભીની બહેન છે. છેલ્લા પાંચ મહિનાથી બંને વચ્‍ચે પ્રેમ હતો. બાદમાં બંને ભાવનાત્‍મક રીતે પણ જોડાયા. બંને વચ્‍ચે પ્રેમ એટલો આગળ વધી ગયો કે બંનેએ એક સાથે જીવવા-મરવાની કસમો ખાઈ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

બંનેએ આ જ ગામમાં આવેલા એક મંદિરમાં લગ્ન કર્યા, જેની તસવીર અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં રેખાને પ્રિયંકાની માંગમાં સિંદૂર ભરતા જોઈ શકાય છે. બંનેએ જાહેરમાં પોતાના સંબંધનો સ્‍વીકાર કર્યો છે અને તેને છુપાવવાની કોશિશ પણ નથી કરી.

લગ્ન બાદ રેખા, પ્રિયંકાને પોતાના ઘરે લઈ ગઈ, પણ પરિવાર આ સંબંધને સ્‍વીકારવા તૈયાર નથી. હવે બંને છોકરીઓ તેમના પરિવારને સમજાવવાની કોશિશ કરી રહી છે. પણ રેખા અને પ્રિયંકા પોતાના નિર્ણય પર અડગ છે અને સાથે રહેવાની જીદ પકડી છે.

આ મામલો હવે આખા વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બન્‍યો છે. અમુક લોકો તેને પ્રેમ અને સ્‍વતંત્રતાની મિસાલ માની રહ્યા છે. તો વળી અમુક લોકો તેને સામાજિક વ્‍યવસ્‍થા વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આ લગ્ન વિચાર અને માન્‍યતાઓને પડકાર આપે છે, જેના દ્વારા નવી પેઢીના દૃષ્ટિકોણ પણ જોવા મળે છે.(૪૦.૭)

(10:21 AM IST)