હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે રેલવે સ્ટેશન પર કૂલી જોઈતો હોય તો એડવાન્સમાં ઓનલાઇન બુક કરો
વેસ્ટર્ન રેલવેનો નવો ઉપક્રમઃ વલસાડમાં ટ્રાયલ શરૂ

મુંબઈ,તા.૭: હાલમાં જ્યારે મોટા ભાગની કન્ઝ્યુમર સર્વિસિસ ઓનલાઇન મળી રહી છે ત્યારે ટૂંક સમયમાં રેલવે સ્ટેશન પરની કૂલીની સર્વિસ ઓનલાઇન બુક કરીને મેળવી શકાય એ દિવસો દૂર નથી. વેસ્ટર્ન રેલવેએ હાલ વલસાડ સ્ટેશન પર પહેલો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ટૂંક સમયમાં વાપી અને વસઈ પર પણ ચાલુ કરવામાં આવશે.
ચાલુ પ્રવાસે પેસેન્જર્સને અલગ-અલગ સ્ટેશન પર ત્યાંની હોટેલનું ખાવાનું સર્વ કરવાની સર્વિસ આપતી www.gofoodieinline.com પરથી કૂલી માટેની આ સર્વિસ મેળવી શકાશે અથવા ૭૨૨૯૯ ૩૧૧૧૬ / ૯૧૧૯૨ ૨૨૭૬૨ પર ફોન કરીને પણ આ સર્વિસ મેળવી શકાશે. પરિવાર સાથે સામાન સાથે પ્રવાસ કરનાર પેસેન્જર્સ અને ખાસ કરીને સિનિયર સિટિઝનને આ સર્વિસથી ખાસ્સો લાભ થશે.
કૂલીની આ ઓનલાઇન સર્વિસનો ફાયદો એ થશે કે સ્ટેશન પર ટ્રેન પકડવા પહોંચ્યા પછી કે તમારા ડેસ્ટિનેશનના સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતર્યા પછી તમારે કૂલી શોધવો નહીં પડે, તે તમને શોધતો આવશે. બીજું, ભાવતાલની માથાકૂટ નહીં. પહેલાંથી જ ફિક્સ કરેલા રેટ પ્રમાણે પેમેન્ટ કરવાનું રહેશે. પેસેન્જર તેમના PNR નંબરની ડીટેલ આપી કૂલી ઓનલાઇન બુક કરી શકશે. એ પછી તરત જ કૂલીનું નામ અને કોન્ટેક્ટ ડીટેલ્સનો મેસેજ મોકલવામાં આવશે.
કેટલા સામાન માટે કેટલા રૂપિયા ચાર્જ કરાશે?
૭૫ રૂપિયા - ૪૦ કિલો સુધીના વજન માટે
૧૨૦ રૂપિયા - ૧૬૦ કિલો વજન માટે, બે પૈડાં અથવા ચાર પૈડાંની કાર્ટ સાથે
૧૨૦ રૂપિયા - બે કૂલીની સર્વિસ - દર્દી વ્યક્તિને સ્ટ્રેચર પર કે સિનિયર સિટિઝનને વ્હીલચેરમાં લઈ જવા માટે.
૧૮૦ રૂપિયા - ચાર કૂલીની સર્વિસ - દર્દીને સ્ટ્રેચર પર કે વ્હીલચેરમાં ઉપાડવા માટે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
