તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 7th April 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે: ભાજપના રાજ્ય પ્રદેશ અધ્યક્ષોની તરતમાં જાહેરાત: જાપાન ન હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું: રાહુલ ગાંધી સંવિધાન બચાવો સંમેલનમાં હાજરી આપવા પટણા પહોંચ્યા: ટેરિફ મામલે ૫૦ દેશોએ અમેરિકાનો સંપર્ક સાધ્યો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના પ્રવાસે: ઇઝરાયેલ ઉપર રોકેટોનો વરસાદ વરસાવ્યો

લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની, ભારતીય જનતા પક્ષના મોવડી મંડળ દ્વારા આ અઠવાડિયામાં જાહેરાત થાય તેવી સંભાવના છે. રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત પણ આ પછી તુરત થઈ શકે છે.
જાપાનના દક્ષિણ પશ્ચિમ વિભાગમાં મેડિકલ ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ત્રણનો બચાવ થયો છે.
વ્હાઇટ હાઉસના નિર્દેશો મુજબ ટેરિફ વાટાઘાટ અંગે અમેરિકાનો, ૪ ડઝનથી વધુ દેશોએ સંપર્ક સાધ્યો હોવાનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર કર્યો છે.
લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે બિહારના પટણા પહોંચ્યા છે જ્યાં તેઓ બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. દરમિયાનસંવિધાન સંશોધન કાનૂનને સુપ્રીમ કોર્ટમાં લાલુપ્રસાદ યાદવનો આરજેડી પક્ષ પડકાર ફેકશે તેમ જાહેર થયું છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના પ્રવાસે લિસ્બન પહોંચ્યા છે. પોર્ટુગલના પ્રેસિડેન્ટ માર્સેલો રેબેલો ડીસા ના નિમંત્રણથી તેઓ પોર્ટુગલ ગયા છે. આજે પોર્ટુગલના રાષ્ટ્રપતિ તેમના માનમાં ભોજન સમારંભ યોજી રહ્યા છે, જેમાં પોર્ટુગલના ૩૦ થી ૪૦ ટોચના અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં એકમાત્ર મૂળ ગુજરાતના અને હાલ પોર્ટુગલના ધરખમ ગજાના ઉદ્યોગપતિ શ્રી તેજસ કક્કડનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત આવતીકાલે પોર્ટુગલના ટોચના ઉદ્યોગપતિ શ્રી તેજસ કક્કડ ભારતીય રાષ્ટ્રપતિના સન્માનમાં ભોજન સમારોહની બાગડોર સંભાળી રહ્યા છે.
મ્યાનમારના ભયાનક ભૂકંપમાં મૃત્યુ પામનાર ની સંખ્યા વધીને ૩૫૬૪ થઈ છે.
હમાસ ઉગ્રવાદીઓએ આજે ઇઝરાયેલ ઉપર રોકેટોનો વરસાદ વરસાવી દીધો છે..
લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી આજે પટણા પહોંચ્યા છે અને તેઓ સંવિધાન સુરક્ષા સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. દરમિયાન બંધારણ સંશોધન કાનૂનને સુપ્રીમ કોર્ટમાં લાલુપ્રસાદ યાદવનો આરજેડી પક્ષ પડકાર ફેકશે તેવી જાહેરાત થઈ છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
