હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૫૪
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૫૪:‘‘હે કમલાક્ષી,હે સુભગે, ગાતાં-ગાતાં, જોતા- જોતાં-સ્વાદ લેતાં- લેતા એ બોધ કાયમ રહે કે હું છું અને શાશ્વત આવિર્ભુત થાય છે.
આ વિધિ કહે છે કે કાંઇ પણ કરતા કરતા, ગાતા, જોતા, સ્વાદ લેતા એ બોધ રહે કે હું છું અને શાશ્વતને આવિર્ભુત કરી લો. પોતાના ભીતર એને આવિર્ભુત કરી લો કે જે સતત પ્રવાહ છે, ઉર્જા છે જીવન છે, શાશ્વત છે. આ ઘણુ મુશ્કેલ થશે. આ સરળ માલુલ થાય છે પરંતુ તમે ભુલી-ભુલી જશો. ત્રણ કે ચાર સેકન્ડ માટે પણ તમે તમારૂ સ્મરણ નથી રાખી શકતા. તમને લાગશે કે હું મારૂ સ્વમરણ કરી રહ્યો છું અને અચાનક તમે કોઇ બીજા વિચારમાં જતા રહ્યા. જો આ વિચાર ઉઠયો કે ઠીક, હું તો મારૂ સ્મરણ કરી રહ્યો છું તો તમે ચુકી ગયા કારણ કે આ વિચાર આત્મ-સ્મરણ નથી. આત્મ-સ્મરણમાં કોઇ વિચાર નહી હોય. તમે બિલકુલ ખાલી અને કોરા હશો. આત્મ-સ્મરણ કોઇ માનસિક પ્રક્રિયા નથી. એવું નથી કે તેમ કહેતા રહો કે હા, હું છું. એ શબ્દોને અનુભવ કરવાના નથી. એને શબ્દ મત આપો, બસ અનુભવ કરો કે હું છું, વિચારો નહી, અનુભવ કરો.
પ્રયોગ કરો. કઠણ છે પરંતુ જો તમે પ્રયોગમાં લગનથી લાગી રહો તો એ ઘટે છે. ટહેલતા સ્મરણ રાખ ો કે હું છું પોતાના હોવાને મહેસુસ કરો. એવી કોઇ ધારણા કે વિચારને લાવવાનું નથી, બસ મહેસુસ કરવાનું છે. હું તમારા હાથને અડકું છું અથવા તમારા માથા ઉપર મારો હાથ રાખું છું તો એને શબ્દ ના આપો. ફકત સ્પર્શને જ અનુભવ કરો અને અનુભવમાં સ્પર્શને જ નહી પણ સ્પર્શિતને પણ અનુભવ કરો. ત્યારે તમારી ચેતનાના તીરમાં બે ફલક હશે. તેમ વૃક્ષોની છાપામાં ટહેલી રહ્યા છો.વૃક્ષ છે, હવા છે, ઉગતો સુરજ છે, તમારી ચારે બાજુ સંસાર છે અને તેમ એના પ્રત્યે સજાગ છો. ઘુમતા ઘુમતા ક્ષૅણભર માટે અટકી જાઓ કે હું છું. આ શબ્દ રહિત અનુભૂતિ ક્ષણ માટે ભલે હોય, તો પણ તમને સત્યની એક ઝલક આપી દેશે જે કોઇ એલ.એસ.ડી. નહી આપી શકે ક્ષણભર માટે તમે તમારા અસ્તિત્વના કેન્દ્ર ઉપર ફેંકાઇ જાઓ છો ત્યારે તમે દર્પણની પાછળ છો. તમે પ્રતિબિંબોના જગતથી પાર જતા રહ્યા છો ત્યારે તમે અસ્તિત્વગત છો. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
