<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

બી.એ.પી. એસ.હિન્‍દુ મંદિર, અબુ ધાબીમાં રામનવમીની ઉજવણી

અમદાવાદ, તા. ૮ : સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિホ સમા, સનાતન હિન્‍દુ ધર્મના ગૌરવ એવા બી.એ.પી.એસ હિન્‍દુ મંદિર, અબુ ધાબીમાં ભગવાન શ્રી રામના જન્‍મોત્‍સવની  ઉજવણી કરવામાં આવી હતી.

અબુ ધાબી મંદિરના મુખ્‍ય કાર્યવાહક સંત એવા પૂ. બ્રહ્મવિહારી સ્‍વામીના જણાવ્‍યા પ્રમાણે રામનવમી નિમિત્તે સવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો મંદિર દર્શન માટે ઉમટયા હતા. 

યુ. એ. ઈ. માં વસતાં હજારો ભક્‍તો-ભાવિકો માટે આ અણમોલ અવસર હતો, જેમાં મંદિરમાં શ્રી રામ જન્‍મોત્‍સવ નિમિત્તે સવારે ૯ થી ૧૨ દરમિયાન રામ ભજનો તેમજ મધ્‍યાહન સમયે ૧૨ વાગ્‍યે શ્રી રામ જન્‍મોત્‍સવ આરતીનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.

ગંગા, યમુના અને સરસ્‍વતીના સંગમતીર્થ પર રચવામાં આવેલા ગંગા ઘાટ પર બી.એ.પી.એસ.ના કલાકાર યુવા-યુવતીઓ દ્વારા ભગવાન શ્રી રામના દિવ્‍ય પ્રેરણાદાયી જીવનચરિત્રોની વિશિષ્ટ સાંસ્‍કળતિક કાર્યક્રમો દ્વારા રોચક પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.(૯.૧૬)

(2:28 PM IST)