<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં એસ્‍કોર્ટ સિકયુરીટી સર્વિસની કાબિલેદાદ કામગીરી

ચેરમેન કૌશિકભાઇ ચાવડા તથા મેનેજર જયરાજસિંહ જાડેજાએ સાતેય દિવસ હજ્‍જારો ભાવિકોને સંતોષ સાથે સલામતીનો અહેસાસ કરાવ્‍યો

રાજકોટ, તા. ૭: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા રાધે રાધેના વ્‍યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું ભવ્‍ય-જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં સાત દિવસો દરમ્‍યાન હજ્‍જારો ભાવિકો આસ્‍થાપૂર્વક જોડાયા હતા.

સેંકડો અગ્રણીઓની ઉપસ્‍થિતિ તથા ભાવિકો-વૈષ્‍ણવો-સનાતનીઓની ચિક્કાર મેદની વચ્‍ચે વ્‍યવસ્‍થા તથા સલામતી સંદર્ભે વિખ્‍યાત એસ્‍કોર્ટ સિકયુરીટી સર્વિસ દ્વારા કાબિલેદાદ કામગીરી કરવામાં આવી હતી.

સિકયુરીટી સર્વિસના ચેરમેન શ્રી કૌશિકભાઇ ચાવડા તથા મેનેજર જયરાજસિંહ જાડેજા દ્વારા પોતાના સિકયુરીટી સ્‍ટાફ તથા બાઉન્‍સરો દ્વારા સાતેય દિવસ હજ્‍જારો ભાવિકોને સંતોષ સાથે સલામતીનો અહેસાસ કરાવવામાં આવ્‍યો હતો. એસ્‍કોર્ટ સિકયુરીટી સર્વિસના તમામ સ્‍ટાફ દ્વારા ખરા તડકામાં પણ શિસ્‍તબધ્‍ધ રીતે સુપેરે ફરજ બજાવવામાં આવી હતી. પૂ. જીગ્નેશદાદા દ્વારા પવિત્ર કથા વાંચન સમયે પણ લકઝરીયસ જર્મન ડોમમાં એસ્‍કોર્ટ સિકયુરીટી સર્વિસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

(2:55 PM IST)