હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આપણા ગયા પછી લોકો ફરિયાદ નહીં, ફરી યાદ કરે તેવું સત્કાર્ય કરવું: પૂ. જીગ્નેશદાદા
રાજકોટ લોહાણા મહાજન આયોજિત ભાગવત સપ્તાહનું સમાપન :રુક્મિણીજીના સાત શ્લોકના પત્રનું મધુરશૈલીમાં ભાવનાત્મક વર્ણન : આ શરીર ધર્મ માટેનું મૂળ સાધન છે આ એક એવો અવતાર છે કે તમે ભગવાનનું ભજન કરી શકો છો. : ઘરમાં વડીલ માં બાપ હોય તો એનો હાથ પકડીને થોડુંક મંદિર સુધી લઈ જાજો એ કામ આવશે : પરમાત્માએ તમને આપેલી સંપત્તિમાંથી જો ભગવાન માટે નહીં વાપરો તો જેને સંપત્તિ દેતા આવડે છે એને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે : આપ દક્ષિણા દેવા ઈચ્છો તો એટલું કરજો ઘરમાં રોજ દામોદર સ્તોત્રના પાઠ કરજો આપના ઘરમાં દામોદર સ્તોત્ર થશે તો તમારું મંગલ થશે : તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય પણ તમારે સહજતા અને સરળતા કયારેય છોડવી જોઈએ નહીં

રાજકોટ, તા.૦૭: રાજકોટમાં લોહાણા મહાજન દ્વારા ચૈત્રી નવરાત્રિએ બહુજન હિતાય બહુજન સુખાયના સંકલ્પ સાથે શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહની શનિવારે પૂર્ણાહુતિ થઇ હતી. ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશદાદાએ શ્રીમદ્ ભાગવત સપ્તાહના સાતમા અને અંતિમ દિવસે રુક્મિણી વિવાહના પ્રસંગથી શરૂઆત કરી હતી. તેમજ રુક્મિણીજીના સાત શ્લોકના પત્રનું મધુરશૈલીમાં ભાવનાત્મક વર્ણન કર્યું હતું. જેમાં રુક્મિણીજીએ ભગવાન કળષ્ણને સંબોધી લખેલા પત્રની વાત કરી હતી. આ સાથે છપન કોટી યાદવો જાનૈયા થયાના પ્રસંગનું વર્ણન કર્યું હતું. આ ઉપરાંત ધર્મની વાત કરતા જણાવ્યું હતું કે, આ શરીર ધર્મ માટેનું મૂળ સાધન છે આ એક એવો અવતાર છે કે તમે ભગવાનનું ભજન કરી શકો છો. લોકો આપણા ગયા પછી ફરિયાદ નહીં ફરી યાદ કરે તેવું સત્કાર્ય કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. ભગવાન કળષ્ણ અને સુદામાની મિત્રતા તેમજ અયાચક વ્રતનો મહિમા સમજાવ્યો હતો. આ મહિમામાં સમજાવ્યું હતું કે, તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય પણ તમારે સહજતા અને સરળતા કયારેય છોડવી જોઈએ નહીં. અંતમાં જણાવ્યું હતું કે, લોકો તમારા ગમે તેટલા વખાણ કરે તેમાં ફસાઈ ન જવું અને નિંદા કરે તેમાં ધ્યાન દેવું નહીં આપણે આપણી મસ્તીમાં સત્કાર્યો કરતા રહેવા જોઈએ. ભાગવતાચાર્ય જીગ્નેશદાદાએ વ્યાસપીઠ પરથી રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં ૨૭ માર્ચથી ૨ એપ્રિલ સુધી રાજકોટના આંગણે ફરી શ્રીમદ્ ભાગવત સપ્તાહના આયોજનની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાત હોય તેવા ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક અભ્યાસ માટે પોતાના અમરેલી સ્થિત તથાસ્તુ વિદ્યાપીઠનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ આ વિદ્યાપીઠમાં બ્રાહ્મણના બાળકો માટે નિઃશુલ્ક વૈદ વિદ્યાલય કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
રંગીલા રાજકોટની ચૈત્રી નવરાત્રીની આદ્યશક્તિની આરાધનાના ઉપક્રમમાં સત્સંગ જ્ઞાન યજ્ઞના સપ્તમ વિરામ દિવસ એટલેકે શનિવારનો ચૈત્રસુદ આઠમ દુર્ગાષ્ટમી ભવાની દેવી પ્રાગટય આઠમું નોરતાએ રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત ભાગવત સપ્તાહનું ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદાએ સમાપન થયું હતું. દામોદર સ્તોત્રના પાઠથી કથા અંતીમ દિવસની શરૂઆત કરી હતી.
પૂ.જીગ્નેશદાદાએ જણાવેલું કે, હમણાં તમારો ૧૨ વાગ્યે આનંદ વિખાઈ જવાનો છે. હમણાં કથા વિશ્રામ થશે. સાત દાડાનો સમય આ કેમ પસાર થયો ખબર ના રહી. આમ પણ આ પ્રકળતિનો નિયમ છે સુખના દાડા જલ્દી વયા જાય અને સુખનું આખું વર્ષ કેમ વયું જાય ખબર ન પડે. જ્યારે દુઃખનો એક દિવસ ન જાય કોઈ રીતે. ભગવાન પ્રત્યે પ્રેમ વિશે વાત કરતા દાદાએ કહેલું કે, વૈષ્ણવો પ્રેમ બંને તરફ હોવો એ જરૂરી નથી. ભગવાન મને પ્રેમ કરે કે ન કરે પણ હું એને પ્રેમ કરું છું. એ સાચો પ્રેમ છે. તો રુકમિણીજીએ વિચાર કર્યો કે હું એને પતિ માનું છું પણ એ મને પત્ની માને છે કે નહીં ખબર નથી એટલે પત્રમાં મારે ન લખાય કે તમે મારા પતિ છો. એ કારણ કે સ્વીકળતિ બંને તરફથી થવી જોઈએ. એટલે તો લગ્નમાં તમે જુઓ બ્રાહ્મણો જ્યારે કન્યાનો હાથ કન્યાના પિતાજી પાસે લઈ અને બ્રાહ્મણ એ વરરાજાના હાથમાં મૂકે ત્યારે બોલાવે પ્રતિગ્રહતામ આ સ્વીકારો અને સામે વરાજો કહે પ્રતિગ્રહણામી મેં સ્વીકાર્યું. સ્વીકારવાની વળત્તિ ન થાય ત્યાં સુધી સંબંધ ન બંધાય.
દાદા કહે છે, તમે કયાંય પાણીના પરબ બંધાવ્યા હોય, કોઈ જગ્યાએ તમે નિશાળો બંધાવી હોય, કયાંય કોઈને તમે જમાડ્યા હોય, કોઈને દાન પુણ્ય કર્યું હોય, તમે જીવનમાં સત્કર્મ કર્યું હોય, ભગવાનના નામની માળા ફેરવી હોય.. તો તમે પરમાત્માને કહી શકો કે ઠાકોરજી તમે મને લેવા આવજો. એમનેમ તો તમે કહી ન શકો. માટે આ એક અવતાર એવો છે કે જેમાં તમે ભગવાનના નામનું કીર્તન કરી શકો. તમારા પાસે રહેલી સંપત્તિમાંથી યથોચિત સંપત્તિ તમે દાન પુણ્ય કરી શકો છો. બાકી કરોડો રૂપિયાના મકાનમાં માણસોની હારે એકાદું ગલુડીયું રહેતું હોય છે અને એ પછી પાછું કેટલું મોંઘું હોય પાંચ સાત લાખનું હોય, એ કૂતરું કયાં જન્મનું પુણ્યશાળી હશે કે આવા ઘરમાં ગયું હશે. તમારે જીવ પ્રતિ તમારો ભાવ તમારી લાગણી હોય તો રાખો પણ જેમ સવારમાં ઉઠીને કૂતરાને લઈને બારે જાવ છો, જેમ સાંજે આવીને કૂતરાને ચક્કર મરાવવા લઈ જાવ છો ને એમ જો ઘરમાં વડીલ માં બાપ હોય તો એનો હાથ પકડીને થોડુંક લઈ જાજો મંદિર સુધી એ કામ આવશે. એ તમારા પ્રત્યેની લાગણી કોઈકને પ્રગટ થાશે. તમે કુતરાને લઈને જાશો એમાં તમારી મોટાઈ નહીં થાય પણ તમારા માં બાપનો હાથ પકડીને મંદિરે જાશો તો લોકો કહેશે કે ના દીકરો સારો છે કે મંદિરે જાય છે. આમાં તમારી કિંમત થાશે. તો સત્કર્મ કરવા માટે આ મનુષ્ય જીવન આ શરીર એ ધર્મ માટેનું મૂળ સાધન છે. આ શરીર પરમાત્માએ આપ્યું છે. આ શરીરથી તમે દાન પુણ્ય કરી લેજો.
આ સંસારમાં ભવજળને તરવા માટે કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એકમાત્ર આ મનુષ્ય અવતાર છે. આમાં તમે કથામાં આવીને બેસી શકો. આમાં તમે પ્રભુનું ભજન કરી શકો. આ મોંઘો અવતાર મળ્યો છે ત્યારે સત્કર્મ કરી લેજો. કંઈક તમે સારું કામ કરશો ને તો તમારા ગયા પછી પણ તમારી યાદ આ સંસારમાં માં લોકોને આવશે, નહી તો તમારી ફરિયાદ થાશે. લોકો આપણા ગયા પછી ફરિયાદ નહીં ફરી યાદ કરે એવું જીવન જીવીને જાજો.
ભગવાનની કળપા જ છે મારે. હું હંમેશા ઘણી વખત કહેતો હોવ કે હું ગમે ત્યાં જાવ ને તો મારે કોઈદી ખીસામાં રૂપિયો ને મારે ખીચું કપાવાની બીક જ નહી. કોઈદી ખીસામાં પૈસા જ ન હોય. અને મેં એટલું જ નક્કી રાખ્યું છે કે ઠાકોરજી ખીસામાં પૈસા ન પહોચ કાઈ નહી પણ પૈસાવાળો માણસ મારી હારે રહે ને એવી કળપા કરજો. બસ એટલે મારે જ્યાં ધરવા હોય ત્યાં હું કોકને કહું ભાઈ લાઈ તો પૈસા અહી ધરવાના. હમણાં અમે જો રણછોદાસ મહારાજના આપણે મંદિરે ગયા આશ્રમે તો મને એમ થયું કે આ બ્રાહ્મણોને આ બધા લોકો ગાય છે સંગીત વાળા તો આપણે પૈસા આપવા જોઈએ. મેં રાજુભાઈ સામું જોયું તરત દટો કાઢીને મને આપ્યો દઈ દો લો. હું હમણાં બે દિવસ પહેલા આ બધા ૧૦૮ પોથીના જે બ્રાહ્મણો છે એના દર્શન કરવા ગયો તો રાજુભાઈ મને તરત પૈસા આપ્યા લયો દઈ દયો બધાને. ભગવાનને એટલી પ્રાર્થના કરી છે ખીસામાં પોતો કાઈ નહી આ બધાને મારી હારે રાખજો બસ એટલે મારે ઉપાધિ નહી.
પૂ.જીગ્નેશદાદાએ કહેલું કે, પરમાત્માના અનેક લગ્નોની કથા કે જેમાં ભગવાનનું બીજું લગ્ન જામવાનની દીકરી જામવતી સાથે થયું. ત્રીજું લગ્ન પરમાત્માનું સત્રાજિત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન પરમાત્માનું સૂર્યકન્યા કાલીંદી સાથે થયું. કાલિંદી એક નદી છે. જેમ ગંગા યમુના સરસ્વતી એમ કાલિંદી પણ એક નદી છે. તમે કેટલા લોકો ગંગાજીમાં નાહ્યા છો ? યમુનામાં કેટલા લોકો નાહ્યા છો? કાલિંદીમાં નથી નાહ્યા? આજ તો કરુણા છે. યમુનામાં કેટલા લોકો નાહ્યા છો? તો બસ આ તમે બધા કાલીંદી નાહ્યા છો. યમુનાનું જ બીજું નામ કાલિંદી છે. સૂર્યની દીકરી કાલિંદી છે. યમુના એટલે ભક્તિ છે ભક્તિમાં તાાન કરવાની વાત છે.
અધ્યાત્મ જગતનો સંદેશો પરમાત્માએ આપ્યો છે કે, આ સંસારનો કોઈ જ્ઞાની જો ગરીબ હોય એને દુઃખનો કાંટો વાગ્યો હોય તો આ સંસારના ધનવાન લોકો એના દુઃખનો કાંટો દૂર કરે. એની જવાબદારી ધનવાન લોકોની છે. એટલે પરમાત્માએ એના ધનવાળાએ એનો કાંટો દુઃખનો દૂર કર્યો છે. આપણે કોઈને મદદ કરીને પણ એના દુઃખનો કાંટો દૂર કરીએ. સંપત્તિવાળા લોકો સાંભળજો પરમાત્માએ ત્રણ વખત સુદામા પાસે માગ્યું સુદામાએ ન આપ્યું તો ભગવાને પોટલી જૂટવી લીધી. આનો અર્થ એ છે કે પરમાત્માએ તમને આપેલી સંપત્તિમાંથી જો ભગવાન માટે તમે સંપત્તિ નહીં વાપરો તો જેને સંપત્તિ દેતા આવડે છે એને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે. પ્રભુના કાર્યમાં સંપત્તિ વાપરજો નહી તો એ લઈ લેશે. પરમાત્માએ જૂટવી લીધી પોટલીને ખોલે છે પણ કહેવાનું મન થાય કે પોટલીની ગાંઠ નથી ખુલતી સુદામાનું ભાગ્ય ખુલી રહ્યું છે.
દાદા કહે છે, આ સંસારનો કોઈ પણ જીવાત્મા સુદામ ચરિત્રની કથા સાંભળશે તો એના જીવનમાં ગરીબાઈ નહીં આવે. કોઈ લોકો ખાલી પૈસાના જ ગરીબ હોય એવું ન હોય. કોઈ લોકો વિચારનાય ગરીબ હોય, કોઈ વાણીનાય ગરીબ હોય. કયારેય સારું બોલી ન શકે. સુદામાએ માગ્યું નહી કયારેય જે મળે છે એમાં ગુજરાન ચલાવ્યું અને માંગીએ તો માન ઘટેને? વાલા ભક્તજનો માગવાથી માન ઘટે. બીજું માગવાથી ખોટ જાય. હું મારું તમને કહું આ રાજુભાઈને લોકો જ્યારે કથા નક્કી કરો ત્યારે ભાર્ગવભાઈએ લોકોએ પૂછયું કે દાદાને કેટલી દક્ષિણા દેવાની ? ત્યારે ભાર્ગવભાઈએ કહ્યું હશે તમને કે મારી સાથે જેટલું આ સાઉન્ડ શૂટિંગનો સંગીતવાળા, રસોઈવાળા જે બીજી ટીમ છે એનું આખું જ બધું પેકેજ એને કહી દીધું હશે કે આના તમારે આટલા દેવાના. મારી દક્ષિણા કયારેય આજ સુધીમાં એક પણ યજમાનને મે કયારે કીધી નથી. કારણ મેં નક્કી કર્યું છે. મેં મારા બાપુજીને વચન આપ્યું છે કે હું ભાગવતને કોઈદી વેંચીશ નહી. આને વહેંચવાનો ગ્રંથ છે આ વેંચવાનો ગ્રંથ નથી. કથા વાંચ્યા પછી બ્રાહ્મણ કયારેય કહેતો નથી કે મારા આટલા રૂપિયા થશે. આ સંસારનું સૌથી વધારે સંતોષીમાં સંતોષી જો કોઈ માણસ હોય તો બ્રાહ્મણ છે.
દાદા કહે છે, વાલા ભક્તજનો ભાગવતજીના પહેલા શ્લોકનો પહેલો શબ્દ છે જન્મ જન્માધ્યસ્ય.. અને ભાગવતજીનો છેલ્લો શબ્દ છે તમ નમામી હરિમ પરમ એટલે કે હરિના પરમ યાત્રા સુધીની આ યાત્રા એટલે આ ભાગવતજી છે જેના નામથી આપણા પાપ નાશ પામે છે. રાજકોટની આ પાવન ધરામાં સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા થયેલી આ કથાને હું પણ જ્યારે વિશ્રામ તરફ લઈ જાવ છું. કળષ્ણ અને રાધાના નામને પુકારતા પુકારતા તમારું હૈયું ભગવાનથી ભરી દેવાનું છે. એકવાર તમારું હૃદય કરનૈયાના રસથી ભગવાન ઠાકોરજીના અને રાધાના રસથી ભરાઈ જશે ને પછી બીજા રસોમાં તમારી વળત્તિ નહીં જાગે. સાત દિવસની આ શ્રીમદ ભાગવત સમસ્ત લોહાણા મહાજન સમાજના આ દિવ્ય આયોજનને અહીંયા વિશ્રામ આપું એના પહેલા એકવાર ખૂબ તાળીઓથી આ સમાજને વધાવીએ. આ તમારી તાળીઓથી એને આશીર્વાદ આપો કે આ સમાજ પોતાની સંપત્તિને આવાને આવા સદમાર્ગમાં વાપરી અને આપણને બધાયને વારેવારે ભગવાનની કથાનો લાભ આપતો રહે.
અંતમાં પૂ.જીગ્નેશદાદાએ જણાવેલું કે, કથાના આયોજનમાં તમે વક્તા તરીકે મને પસંદ કર્યો એટલે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. તમે મારી વાણી પવિત્ર કરવાનો અવસર આને આપ્યો છે. ઠાકોરજીના ગુણાનુવાદ ગવડાવા માટે અને તમને સંભાળવા માટે તમે મને અવસર આપ્યો એટલે હું ધન્ય થયો કે તમે મને કથાનો વક્તા તરીકે પસંદ કર્યો. આ કથામાં જેણે જેણે પણ તન મન ધનથી સેવા કરી છે એને ભગવાન ઠાકોરજી ખૂબ રાજી રાખે મારી પ્રસન્નતા છે. ૧૮ હજાર શ્લોકોનું પારાયણ કરી અને યજમાનોના પિતળને મુક્તિ મળે એના માટે નિષ્ઠા સાથે બ્રાહ્મણોએ જપ કર્યા, તપ કર્યા, પાઠ કર્યા એ બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ. ચૈત્ર મહિનાના એ નવરાત્રીના પહેલા દિવસે આપણી કથા પ્રારંભ થઈ તી આજે અષ્ટમી છે આવતી કાલ રામનવમી છે. રઘુવંશીઓ આ રઘુવંશીઓના આંગણે ચાલતી કથામાંથી સારા એ વિશ્વના સનાતન ધર્મીઓને આવતી કાલ રામ જન્મોત્સવ જે થવાનો છે રામનવમીની તમને બધાને ખૂબ શુભકામનાઓ છે. દેને કો ટુકડો ભલા લેને કો હરિ નામ.... તો તમને બધાયને રામનવમીની શુભકામના. કેવળ મંદિરોમાં અને આવા માંડવાઓમાં રામનો જન્મ થઈ અને એનો ઉત્સવ મનાવાય એટલું પર્યાપ્ત ન રહે સૌના હૃદયમાં રામનો જન્મોત્સવ થાય અને રામ જન્મોત્સવની ઉજવણી સૌના હૈયામાં થાય એવી ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના છે. કેવલ રામ મંદિરોમાં ન પ્રગટે કેવલ રામ આવી કથાઓમાં નહીં લોકોના હૃદયમાં રામનું પ્રાગટય થાય વિચારોમાં રામ પ્રગટે તો રામ રાજ્યની સ્થાપના થશે. આપ સૌથી આ મેળો મૂકીને જવાની ઈચ્છા નથી થતી પણ છતાં શું કરીએ? આ તો જીવનનું ચક્ર છે. આજે ભેગા છીએ તો કાલે જુદા પડશું. આજે જુદા પડીએ છીએ તો કાલે ફરી પાછા ભેગા થશું. કયારે પણ આપ સૌ પાસે એટલી પ્રાર્થના છે કે મેં સંપત્તિ કયારેય દક્ષિણામાં માંગી નથી. આપ દક્ષિણા દેવા ઈચ્છો તો એટલું કરજો ઘરમાં રોજ દામોદર સ્તોત્રના પાઠ કરજો. આપના ઘરમાં દામોદર સ્તોત્ર થશે તમારું મંગલ થશે. અને આપ સૌ મહાજન સમાજને મારી એટલી પ્રાર્થના કે ભગવાન ભાગવતની કથાથી આપણો બંધાયેલો સંબંધ બસ હવે જીવીએ ત્યાં સુધી તૂટે નહીં એટલા માટે પ્રેમનું પાણી એમાં રેડતા રહેજો.
પૈસા જોઇ ગમે તે જગ્યાએ દિકરીના લગ્ન ન કરી દેવા
પૂ. જીગ્નેશદાદાએ દીકરીઓના લગ્ન સંબંધી વાત કરતા જણાવેલું કે, દીકરીઓના લગ્ન ન થયા હોય એના માટે આ સંદેશાલાયક આ મંત્ર છે. દીકરીનું વૈવિશાળ કરવામાં આવે ત્યારે દીકરીને તમે એમ કયો કે આ મૂરતિયો જોઈ લે. મૂરતિયામાં જોવે શું? ઈ હેન્ડસમ છે કે નહી? ખાલી હેન્ડસમ નથી ગોતવાનો વરાજો. તો કેવો ગોતવાનો છે? તો સૌથી પહેલા એનું કુળ સારું હોવું જોઈએ. કુટુંબ સારું હોવું જોઈએ. પૈસા અને સંપત્તિ બહુ આઘી રાખી છે. આમાં સૌથી પહેલા એનું કુટુંબ સારું હોવું જોઈએ. બીજું એનું શીલ એટલે એનું ચારિત્ર્ય અને એનો સ્વભાવ આ બે વસ્તુ સારી હોવી જોઈએ. પૈસા અઢળક હોય, રૂપ ગમે એટલું સારું હોય પણ જો સ્વભાવ સારો ન હોય તો રૂપ અને પૈસો તમને કયારે સુખમાં નહી નાખે. માટે બીજા સ્થાને છે એનો સ્વભાવ. સ્વભાવ સારો હોવો જોઈએ. ત્રીજા સ્થાને વિદ્યા છે. ખાલી પૈસા માટે થઈ અને ગમે તે જગ્યાએ લગ્ન ન કરી લેવા. હું તો હંમેશા કથાઓમાં કહેતો રહ્યો છું વડીલોને કે તમારી દીકરીને જ્યારે લગ્ન કરવાના થાય ત્યારે ભલે પૈસા ઓછા હોય પણ તમારી દીકરી અને જમાઈ એ બંને જણા એક સાથે તમારા આંગણે આવીને ઊભા રહે તો તમારું આંગણું દીપે એવું જોડલું નક્કી કરજો. ખાલી પૈસા હાટું જ્યાં ત્યાં ન બાંધી દેશો. તો પહેલું છે કુળ, બીજું છે સ્વભાવ, ત્રીજું છે રૂપ, ચોથું છે વિદ્યા. મુરતિયો ખાલી ભણેલો નહી, ગણેલો પણ હોવો જોઇએ. આ દુનિયામાં ભણેલા ન કામ કરે ને એ વધારે પડતા ગણેલા કામ કરે. એક હાસ્યની વાત છે ખોટી હશે પણ સંદેશો સારો છે. અત્યારની તમામ માતાઓને મારું કહેવું છે કે તમારી દીકરી યુવાન થાય ને એનું ભણતર પૂરું થઈ જાય ને એટલે આપણી મેન્ટાલટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી છ સાત મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૂરતિયો ગોતવા મંડીએ. દીકરીનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગન કરી દેવા છે. મારી પ્રાર્થના છે કે છ મહિના લગન મોડા કરજો પણ એનું ભણતર પૂરું થાય પછી છ આઠ મહિના તમારા હારે ઘરમાં રાખી રસોડામાં અને તમારા પરિવારમાં કેમ રહેવું જોઈએ? એનું જ્ઞાન તમારા ઘરમાં આપજો તો દીકરી સુખી થાશે. ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહી થાય. એને પરિવારનું જ્ઞાન હોવું જોશે. કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ વાત કરવી જોઈએ, મારી ફરજ શું છે, આ બધું એને શીખડાવવું પડશે. દીકરી એના સાસરે જઈ અને એના સાસુ, એના સસરા સાથે, એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે આવું તમે ઈચ્છતા હોવ તો મારી તમને પ્રાર્થના છે તમારા ઘરમાં તમે વ્યવહાર સારો કરજો કારણ કે જેવું જોવે એવું બધા કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
