<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કેદારનાથ માટે કાલથી હેલિકોપ્‍ટર સેવાનું બુકિંગ શરૂ થશે

નવી દિલ્‍હી : કેદારનાથ મંદિર ૬ મહિના સુધી બંધ રહયા બાદ ૨ મેના રોજ શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખુલશે. આ મંદિર સૌથી પવિત્ર હિન્‍દુ તીર્થ સ્‍થળોમાંથી એક છે. જે ચારધામ યાત્રાનો ભાગ છે. દર વર્ષે લાખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં સામેલ થાય છે. કેદારનાથ ૧૨ જ્‍યોર્તિલિંગમાંથી એક છે. જે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ૧૧,૯૬૮ ફીટની ઉંચાઈ પર સ્‍થિત છે.

કેદારનાથ માટે ટિકિટ બુકિંગ કાલે ૮ એપ્રિલથી IRCTC વેબસાઇટ પર શરૂ થશે. સત્તાવાર માહિતી અનુસાર, કેદારનાથ ધામ માટે હેલિકોપ્‍ટર ટિકિટ બુકિંગ ૮ એપ્રિલના રોજ બપોરે ૧૨ વાગ્‍યાથી અને અને હેમકુંડ સાહિબ માટે હેલિકોપ્‍ટર ટિકિટ બુકિંગ IRCTC હેલી યાત્રા વેબસાઇટ (heliatra.irctc.co.in) પર ૨ મે થી ૩૧ મે, સુધીની યાત્રા માટે ખુલશે.

સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે હેલિકોપ્‍ટર ટિકિટ બુક કરાવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે ટિકિટના ભાવમાં ૫%નો વધારો કરવામાં આવ્‍યો છે. જેમાં પ્રતિ મુસાફર આવવા-જવા માટેનું ભાડું જોઈએ તો સિરસી થી કેદારનાથ સુધી ૬૦૬૧ રુપિયા, ફાટાથી કેદારનાથ સુધી ૬૦૬૩ રુપિયા અને ગુપ્‍તકાશી થી કેદારનાથ સુધી ૮૫૩૩ રુપિયા રહેશે.(

(4:16 PM IST)