હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક વ્યાપારના માહોલમાં તંગદિલી વચ્ચે સોનામાં 1,550 રૂપિયાનું ગાબડું :ચાંદીમાં પણ 3000નો કડાકો
શેરબજાર તથા અન્ય એસેટ ક્લાસિસમાં ભારે મંદીથી જ્વેલરી માર્કેટમાં પણ દહેશતનો માહોલ

નવી દિલ્હી :વૈશ્વિક સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,550ના કાડાકા સાથે રૂપિયા 91,450 થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,550 ગગડી રૂપિયા 91 હજાર થયા છે. શેરબજાર તથા અન્ય એસેટ ક્લાસિસમાં ભારે મંદીથી જ્વેલરી માર્કેટમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.
દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 3,000 ગગડી રૂપિયા 92,500 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 10.16 ડોલર એટલે કે 0.33 ટકા તૂટી 3,027.20 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 30.04 ડોલર ક્વોટ થયા છે.
અમેરિકા દ્વારા વિશ્વના વિવિધ દેશો પર જે ટેરિફ લાદવામાં આવ્યા છે તેની સામે હવે વિવિધ દેશો પણ પ્રતિક્રિયા આપે તેવી શક્યતા છે. ચીન દ્વારા તો અમેરિકાના ઉત્પાદનો પર વળતા ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે. જેથી વૈશ્વિક વ્યાપારના માહોલમાં તંગદિલી જોવા મળી રહી છે. જેને લીધે બુલિયન, સ્ટોક માર્કેટ સહિત વિવિધ એસેટ ક્લાસ પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.
દરમિયાન આજે અમદાવાદ ખાતે સોના ચાંદીના બજારોમાં મિશ્ર હવામાન રહ્યું હતું. અમદાવાદ ચાંદી રૂપિયા 2,000 વધીને રૂપિયા 91,000 રહી હતી. જ્યારે અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 91,500 અને અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 91,200 રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
