હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th April 2025
યુરોપિયન યુનિયનનો યુએસના માલ પરના ઔદ્યોગિક ટેરિફ દૂર કરવાનો પ્રસ્તાવ : ' યુરોપ લાભદાયી સોદા માટે હંમેશા તૈયાર'

વોશિંગ્ટન :ગયા અઠવાડિયે વોશિંગ્ટન દ્વારા 20% આયાત વેરા લાદવામાં આવ્યા બાદ યુરોપિયન યુનિયને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે "શૂન્ય-સામે-શૂન્ય" ટેરિફ ઠરાવ રજૂ કર્યો છે.
"અમે તેમના ઔદ્યોગિક માલ માટે શૂન્ય-સામે-શૂન્ય ટેરિફ ઓફર કર્યા છે જે અમે અમારા ઘણા અન્ય વેપાર ભાગીદારો સાથે સફળતાપૂર્વક કરેલ છે," તેમ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સોમવારે જણાવ્યું હતું.
"કારણ કે યુરોપ હંમેશા સારા સોદા માટે તૈયાર છે. તેથી અમે પ્રસ્તાવ ટેબલ પર રાખીએ છીએ," તેણીએ નોર્વેજીયન વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોર સાથે એક પત્રકાર પરિષદમાં કહ્યું.
૨ એપ્રિલના રોજ ટ્રમ્પ તંત્ર દ્વારા "લિબરેશન ડે" પર ૧૦% બેઝલાઈન ગ્લોબલ ટેરિફ લાદવાની જાહેરાત તેમજ ૯ એપ્રિલથી અમલમાં આવનારા ઊંચા આયાત કર બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો થયો છે
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
