News of Tuesday, 8th April 2025
‘‘બેંગ્લોર જેવા મોટા શહેરોમાં મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ બનતી રહે''

બેંગ્લોર તા.૮: બેંગ્લોરમાં એક રસ્તામાં બે મહિલાઓને ઘેરીને સરજાહેર છેડતી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ડરામણો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે મહિલાઓ ઝડપથી આગળ જઈ રહી છે ત્યારે પાછળથી એક યુવક આવીને મહિલાને પકડી લે છે અને તેની સાથે છેડતી કરે છે. ત્યારે આવી ઘટના બાદ હવે કર્ણાટકના ગળહમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે.
તાજેતરમાં જ કર્ણાટકમાં બે મહિલાઓને રોકીને જે રીતે ક્રૂરતા કરવામાં આવી છે. તે ખરેખર શરમજનક છે. ત્યારે કર્ણાટકના ગળહ મંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં અહીં મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ બનતી રહે છે. જો કે, પોલીસની સતર્કતાને કારણે શહેરમાં શાંતિ છે. હકીકત એ છે કે, કેટલાય દિવસો વીત્યા પછી પણ આરોપીઓ પકડાયાં નથી. હવે વીડિયો વાયરલ થયા પછી લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.
એક મહિલાની છેડતી સંદર્ભે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આવી કોઈ ઘટના બને છે ત્યારે એ લોકોનું ધ્યાન ખેંચે છે. મંત્રીએ કહ્યું કે તેઓ બેંગ્લોર પોલીસ કમિશનર બી. દયાનંદને દરરોજ પેટ્રોલિંગ અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવા માટે દરરોજ સૂચનાઓ આપે છે. તેઓ એક સુમસાન જગ્યા પર એક મહિલા સાથે થયેલી છેડતી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
પોલીસ ૨૪ કલાક કામ કરી રહી છે
મંત્રીએ કહ્યું કે, વરસાદ હોય કે ઠંડી હોય, દરેક પરિસ્થિતિમાં પોલીસ ૨૪ કલાક કામ કરી રહી છે. તેના કારણે બેંગ્લોરમાં શાંતિ છે. બેંગ્લોર જેવા શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે. તેમણે કહ્યુ કે, હું નિયમિત રીતે પોલીસ કમિશનરને સતર્કતા રાખવા બીટ સિસ્ટમનું નિયમિત રુપે પાલન કરે અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપુ છુ.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
