News of Tuesday, 8th April 2025
ઈડીએ કર્ણાટકના શિવમોગામાં નકલી ગોલ્ડ લોન કેસમાં પાડ્યા દરોડા
2014 માં જ્યારે નકલી સોનાના દાગીના જમા કરાવવાનો કેસ પ્રકાશમાં આવ્યો, ત્યારે ડીસીસી બેંકના વર્તમાન ચેરમેન આર એમ મંજુનાથ ગૌડા પણ હતા ચેરમેન અને તેમની કરાઈ હતી ધરપકડ: ED અધિકારીઓએ બેંકના તત્કાલીન સ્ટાફ, ડ્રાઇવરો અને સંબંધીઓના ઘરોનું કર્યું નિરીક્ષણ

શિવમોગા : 9 વર્ષ પહેલાં જિલ્લા સહકારી સેન્ટ્રલ બેંક (ડીસીસી) ની 62.77 કરોડ રૂપિયાની નકલી ગોલ્ડ લોનના કેસની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના અધિકારીઓએ મંગળવારે કર્ણાટકના શિવમોગામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને નિરીક્ષણ કર્યું.
આ દરોડા શિવમોગા શહેર અને કુમસીમાં પાડ્યા
2014 માં જ્યારે નકલી સોનાના દાગીના જમા કરાવવાનો કેસ પ્રકાશમાં આવ્યો, ત્યારે ડીસીસી બેંકના વર્તમાન ચેરમેન આર એમ મંજુનાથ ગૌડા પણ ચેરમેન હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તત્કાલીન શાસક જેડી(એસ) અને કોંગ્રેસે કેસ સીઆઈડીને ટ્રાન્સફર કર્યો, જેણે બાદમાં ગૌડાને ક્લીનચીટ આપી.
ED અધિકારીઓએ બેંકના તત્કાલીન મેનેજર શોભા, તે સમયે કામ કરતા બેંક સ્ટાફ, કાર ડ્રાઇવરો અને માલનાડ વિસ્તાર વિકાસ બોર્ડના અધ્યક્ષ આર એમ મંજુનાથ ગૌડાના સંબંધીઓના ઘરોનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
