News of Wednesday, 9th April 2025
ઘર બેઠા ૧૦ મિનિટમાં ૧ કરોડ રૂપિયા સુધીની લોનઃ મુકેશ અંબાણીનો નવો ધમાકો
જિયો ફાઇનાન્સે શેરના ગીરવે મુકીને લોન આપવાની સુવિધા શરૂ કરી : સુવિધા જિયો ફાઇનાન્સ એપ પર ઉપલબ્ધ હશે, જ્યાં ૯.૯૯% વ્યાજ દરથી શરૂ કરીને માત્ર ૧૦ મિનિટમાં ૧ કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે

નવી દિલ્હી,તા.૯: મુકેશ અંબાણીની જિયો ફાઇનાન્સ લિમિટેડે એક નવી સુવિધા શરૂ કરી છે. હવે તમે તમારા ડીમેટ ખાતામાં રાખેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડ ગીરવે મૂકીને લોન લઈ શકો છો. આ સુવિધા Jio Finance એપ પર ઉપલબ્ધ થશે. કંપનીનું કહેવું છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે. તમને માત્ર ૧૦ મિનિટમાં લોન મળી જશે. ૯.૯૯ ટકાના વ્યાજ દરથી શરૂ કરીને, તમે ૧ કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. તમને તે ચૂકવવા માટે ત્રણ વર્ષ સુધીનો સમય મળશે. સૌથી સારી વાત એ છે કે પ્રીપેમેન્ટ માટે કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. જિયો ફાઇનાન્સ એ જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) છે.
જિયો ફાઇનાન્સ લિમિટેડે હવે લોન આપવાના વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો છે. આ કંપની હવે લોકોને તેમની સિકયોરિટીઝના બદલામાં લોન આપશે. આનો અર્થ એ થયો કે જો તમારી પાસે શેર કે મ્યુચ્યુઅલ ફંડ હોય, તો તમે તેમને ગીરવે મૂકીને સરળતાથી લોન લઈ શકો છો.
કંપનીએ મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો તેમના ડીમેટ ખાતામાં રાખેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણોને ગીરવે મૂકીને લોન લઈ શકે છે. ડીમેટ ખાતું એ એક પ્રકારનું બેંક ખાતું છે જેમાં તમારા શેર અને મ્યુચ્યુઅલ ફંડ રાખવામાં આવે છે.
જિયો ફાઇનાન્સ કહે છે કે લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સલામત છે. તે સંપૂર્ણપણે ડિજિટલ છે. તો તમારે કયાંય જવાની જરૂર નથી. તમે Jio Finance એપ દ્વારા તમારા ઘરે બેઠા લોન માટે અરજી કરી શકો છો. કંપનીનો દાવો છે કે તમને ફક્ત ૧૦ મિનિટમાં લોન મળી જશે.
જિયો ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર કુસલ રોયે જણાવ્યું હતું કે, સિકયોરિટીઝ સામે લોન આપવી એ અમારી વ્યાપક ડિજિટલ વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને નાણાકીય સેવાઓ મેળવવાની રીતમાં પરિવર્તન લાવવાનો છે. નાણાકીય સેવાઓને વધુ સુલભ, ઝડપી અને ગ્રાહક-કેન્દ્રિત બનાવવાના અમારા મિશનમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આનો અર્થ એ થયો કે કંપની ઇચ્છે છે કે લોકો સરળતાથી અને ઝડપથી નાણાકીય સેવાઓનો લાભ લઈ શકે.
વ્યાજ દર ૯.૯૯્રુ થી શરૂ થાય છે
લોન પર વ્યાજ દર ૯.૯૯ ટકાથી શરૂ થશે. આ દર તમારી જોખમ પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે. જો તમે ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રાહક છો તો તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. જો તમે ઓછા જોખમવાળા ગ્રાહક છો તો તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. આ સુવિધા દ્વારા તમે ૧ કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. લોન ચૂકવવા માટે તમને વધુમાં વધુ ત્રણ વર્ષનો સમય મળશે. જો તમે સમય પહેલાં લોન ચૂકવી દો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ એક સારી વાત છે, કારણ કે તે તમને પૈસા બચાવવામાં મદદ કરશે.
જિયો ફાઇનાન્સની આ નવી સુવિધા એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જેમને અચાનક પૈસાની જરૂર પડે છે. તેઓ તેમના શેર અને મ્યુચ્યુઅલ ફંડ ગીરવે મૂકીને સરળતાથી લોન લઈ શકે છે અને તેમની જરૂરિયાતો પૂરી કરી શકે છે.(૪૦.૭)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
