<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

નાઈટ શિફ્‌ટ કરીને ઘરે આવ્‍યો પતિ, ઘરમાં પત્‍ની મળી નહીં, છત પર બોયફ્રેન્‍ડ સાથે જલસા કરતી હતી

પીડિત પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો અને ફરિયાદ નોંધાવીઃ પત્‍ની અને તેનો પ્રેમી મેરઠ ડબલ મર્ડર હત્‍યાકાંડ જેવા હાલ કરવાની ધમકી આપતા ફરાર થઈ ગયા

 

ગુરુગ્રામ તા.૯: હરિયાણાના ગુરુગ્રામના બસાઈ એન્‍ક્‍લેવમાં પતિ નાઈટ શિફ્‌ટ કરીને ઘરે પરત ફર્યો તો પત્‍ની પ્રેમી સાથે રંગરેલીયા મનાવી રહી હતી. પતિએ ગુસ્‍સો કર્યો તો પ્રેમીએ સીધી દેશી બંદૂક લમણે લગાવી દીધી. યુવકે આરોપ લગાવ્‍યો કે, પત્‍ની અને તેનો પ્રેમી મેરઠ ડબલ મર્ડર હત્‍યાકાંડ જેવા હાલ કરવાની ધમકી આપતા ફરાર થઈ ગયા છે. ઘટના બાદ પીડિત પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો અને ફરિયાદ નોંધાવી હતી. પીડિત યુવકે બે વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. પત્‍ની પંજાબના મોગાની રહેવાસી છે.

પીડિત મૌસમ જઝ્‍ઝર જિલ્લાના એક ગામનો રહેવાસી છે. બે વર્ષ પહેલા તેમની મુલાકાત મોગાની રહેવાસી યુવતી સાથે થઈ હતી. બંનેને ફટાફટ દોસ્‍તી થઈ. દોસ્‍તી બાદ મુલાકાતો શરુ થઈ. મૌસમના પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. તેમ છતાં પણ તેમણે લવ મેરેજ કર્યા.

લગ્ન બાદ પીડિત ગુરુગ્રામના બસાઈ એન્‍ક્‍લેવની ગલી નંબર ૪ના એક મકાનમાં પત્‍ની સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્‍યો. પીડિત ટેક્‍સી ચલાવે છે અને નાઈટ શિફ્‌ટ કરે છે. પીડિત યુવકનું કહેવું છે કે, ૭ એપ્રિલની સવારે ૬ વાગ્‍યે જ્‍યારે તે ડ્‍યૂટી ખતમ કરીને ઘરે આવ્‍યો તો પત્‍ની તેના રૂમમાં નહોતી. તે છત પર પહોંચ્‍યો તો જોયું કે તેની પત્‍ની ગામના જ એક છોકરા નવીન સાથે હતી.

પીડિતે બંનેને ટોકયા તો નવીન ઝઘડા પર ઉતરી આવ્‍યો. તેણે દેશી પિસ્‍તોલ કાઢી ધમકી આપવા લાગ્‍યો. બંનેની વચ્‍ચે હાથાપાઈ થઈ ગઈ. બંને લડતા લડતા સીડીઓથી પડતા નીચે આવી ગયા. દેકારો થતો જોઈ આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા. લોકોએ નવીન પાસેથી પિસ્‍તોલ છીનવી લીધી તો તે ભાગવા લાગ્‍યો. જતા જતા પત્‍ની અને નવીને મેરઠ હત્‍યાકાંડ જેવા હાલ કરવાની ધમકી આપી દીધી.

મૌસમે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. તેણે નવીન અને પત્‍ની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડરના કારણે તે ભાડાનું મકાન છોડી ગામડે જતો રહ્યો. મૌસમનું કહેવું છે નવીન પર મર્ડરનો કેસ નોંધાવ્‍યો છે. નવીન અને પીડિતની પત્‍ની વચ્‍ચે ઇન્‍સ્‍ટાગ્રામ પર દોસ્‍તી થઈ હતી. તે મળવા માટે ગુરુગ્રામ આવતો હતો.

સેક્‍ટર ૧૦ના પોલીસ ઇન્‍ચાર્જ પુષ્‍પેન્‍દ્રે જણાવ્‍યું કે, પીડિત યુવકની પત્‍ની અને નવીન વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્‍યો છે. દેશી પિસ્‍તોલ પણ જપ્ત કરવામાં આવી છે. પીડિત યુવકની પત્‍ની પોતાનો મોબાઈલ મૂકીને ગઈ છે. બંનેને શોધવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.(૩૮.૧૨)

(10:09 AM IST)