તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
પી ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં બેભાન થયા

અમદાવાદ તા.૯: અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અચાનક ગરમીને કારણે બેભાન થઈ ગયા. તે સમયે આશ્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સાબરમતી આશ્રમથી એમ્બ્યુલન્સમાં પી ચિદમ્બરમ બેઠેલા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક કોંગ્રેસ કાર્યકરો ચિદમ્બરમને એમ્બ્યુલન્સમાં બેસાડવા માટે લઈ જઈ રહ્યા છે.
તમિલનાડુના શિવગંગાના લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમે તેમના પિતા પી ચિદમ્બરમના સ્વાસ્થ્ય અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કાર્તિ ચિદમ્બરમે લખ્યું, ‘ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે, પી ચિદમ્બરમને પ્રિસિન્કોપનો અનુભવ થયો.' જે બાદ તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરો હાલમાં તેમના સ્વાસ્થ્ય પરિમાણોની સમીક્ષા કરી રહ્યા છે, જે હાલમાં સામાન્ય છે.
પી ચિદમ્બરમ મંગળવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) અને પાર્ટીના ૮૪મા સત્રમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. આ સંમેલન ગુજરાતમાં ૬૪ વર્ષ પછી યોજાઈ રહ્યું છે.(૩૮.૪)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
