તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
વધુ ત્રણ જૂથોએ હુર્રિયત સાથે છેડો ફાડયોઃ અમિતભાઇ

જમ્મુઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે દાવો કર્યો છે કે જમ્મુ કાશ્મીરમાં વધુ ત્રણ અલગતાવાદી ગઠબંધન સંગઠનોએ હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી લીધા છે અને કાશમીરમાં ભારતીય બંધારણ પર વધી રહેલા વિશ્વાસનો એક મજબૂત સંકેત હોવાનું તેમણે જણાવ્યું હતું.
શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં શ્રી શાહે લખ્યુ છે કે જમ્મુ કાશ્મીર ઇસ્લામિક પોલીટીકલ પાર્ટી, જમ્મુ કાશ્મીર મુસ્લીમ ડેમોક્રેટીવ લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રંટ જેવા વધુ ત્રણ સંગઠનોએ હુર્રિયતથી પોતાને અલગ કરી લીધા છે. આ કાશ્મીરમાં ભારતના બંધારણમાં લોકોના વિશ્વાસનું એક મહત્વનું પ્રદર્શન છે.
તેમણે કહયું કે વડાપ્રધાન મોદીના એક જૂથ અને શકિતશાળી ભારતના વીઝનને વધારે બળ મળ્યું છે કેમ કે ૧૧ અહાવા સંગઠન અત્યાર સુધીમાં અલગતાવાદથી દૂર થઇ ગયા છે અને ભારતીય સંઘને સમર્થન આપ્યું છે.
નવો ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જયારે કેન્દ્ર સરકાર કલમ ૩૭૦ ને રદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં રાજકીયસામાન્ય સ્થિતી અને લોકશાહી માળખામાં વધી રહેલ ભાગીદારીનો વાયદો કરી રહી છે.
ત્રણ સિનીયર અલગાવવાદી નેતાઓ મોહમ્મદ યુસુફ નકાશ, હક્રીમઅબ્દુલ રશીદ અને બશીર અહમદ અંદ્રાબીએ જાહેરમાં અલગાવ વાદ છોડયો અને હુર્રિયત કોન્સફરન્સના વિભીન્ન જૂથોથી પોતાને અલગ કરી લીધા. આ ત્રણેય નેતા મીરવાઇઝ ઉમર ફારૂકના નેતૃત્વવાળા હુર્રિયત જૂથ સાથે સંકળાયેલા હતા નકાશ જમ્મુ કાશ્મીર ઇસ્લામિક પાર્ટીના પ્રમુખ હતા, અબ્દુલ રશીદ જમ્મુ કાશ્મીર મુસ્લીમ લીગના પ્રમુખ હતા જયારે અંદ્રાણી કાશ્શ્રમીર ફ્રીડમ ફ્રંટનું નેતૃત્વ કરતા હતા. આ ત્રણેય નેતાઓ અલગ-અલગ પણ લગભગ એક સરખા સ્ટેટમેંટોમાં ભારતના બંધારણ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યકત કરી અને અલગતાવાદી એજન્ડાથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી લીધા.
જણાવી દઇએ કે ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્સફરન્સ (એપીએચસી) રચના ૧૯૯૩ માં કાશ્મીરમાં ઉગ્ર આંતકવાદના કાળમાં થઇ હતી. આ સંગઠન સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવોના આધાર પર કાશ્મીર મુદ્દાના સમાધાનની તરફેણ કરતું હતું. પોતાના શરૂઆતના દિવસોમાં એપીએચસી ર૦ થી વધારે રાજકીય, ધાર્મિક, વ્યાપારિક અને સામાજીક સંગઠનોનું એક જૂથ હતુ. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો પ્રભાવ ઘટી ગયો છે અને હવે તેના કેટલાયે સહયોગી સંગઠન અને નેતાઓ તેનાથી અલગ થઇ રહયા છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
