News of Wednesday, 9th April 2025
લગ્નનું અનોખું મેનુ કાર્ડઃ બેક્ડ રસગુલ્લા
૧૬૦ કૅલરી, દાલમખની ૮૦ કેલરી દાલમખની ૮૦ કેલરી, જીરા ભાત ૯૦ કેલરી, બૅક્ડ રસગુલ્લા ૧૬૦ કેલરી, સંદેશ ૧૬૦ કેલરી, મુખશુદ્ધિ ૨૧૦ કેલરી... એમ દરેક વાનગીની કેલરી લખી છે

મુંબઇ તા.૯: સામાન્ય રીતે લોકો લગ્નસમારંભમાં મજાનું ખાવા માટે જ જતા હોય છે. જોકે ભોજનસમારંભમાં તમને કોઈ ડાયટિંગ અને કૅલરીની ગણતરી યાદ અપાવ્યા કરે તો કેવું લાગે? ભલે એ વખતે સારું ન લાગે, પરંતુ સ્વાસ્થ્ય માટે એ બહુ જરૂરી છે એવું માનતા પヘમિ બંગાળના આસનસોલ શહેરમાં સુરુચિ કેટરરે લગ્નસમારંભમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું એક અનોખુ મેનુ તૈયાર કર્યું છે. તેમના મેનુ કાર્ડમાં દરેક વાનગીની સામે એની કૅલરી લખવામાં આવી છે. પાંચમી એપ્રિલે શહેરના એક વેડિંગમાં આવું મેનુ આપવામાં આવેલું. એમાં વેજ અને નૉન-વેજ બન્ને આઇટમો સમાવિષ્ટ છે. દાલમખની ૮૦ કૅલરી, જીરા ભાત ૯૦ કેલરી, બૅક્ડ રસગુલ્લા ૧૬૦ કૅલરી, સંદેશ ૧૬૦ કેલરી, મુખશુદ્ધિ ૨૧૦ કેલરી... એમ દરેક વાનગીની કૅલરી લખી છે. એટલું જ નહીં, છેલ્લે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ટોટલ એક ભોજનનો કૅલરી ઇન્ટેક ૧૨૦૦ કૅલરીનો હોવો જોઈએ.
છેલ્લે એક નોંધમાં લખ્યું છે કે મેનુની કોઈ પણ વાનગી પર GST લાગુ નથી પડતો, કેમ કે તમે જે ચીજો અહીં ખાશો એટલી કૅલરી તો ગેમ્સ રમીને બાળી જ નાખશો એવી આશા છે. અને હા, અમારામાંથી કોઈનું નામ ‘ફ' પરથી નથી શરૂ થતું (મતલબ કે નિર્મલા સીતારમણનો ન)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
