<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

બિહારના પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રીની ગોળી મારીને હત્યા: ઘટના બાદથી આરોપી પતિ ફરાર

પ્રેમ સંબંધની શંકામાં ગોળીબાર:આરોપીની ધરપકડ કરવા તંત્ર ઊંધા માથે

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી ગયા જિલ્લાના સાંસદ છે. તેમની ૩૨ વર્ષની પૌત્રી સુષ્મા દેવી ગયામાં વિકાસ મિત્ર તરીકે પોસ્ટેડ હતી. તે ગયા જિલ્લાના અટારી પોલીસ સ્ટેશનના તેતુવા ગામમાં તેના પરિવાર સાથે રહેતી હતી. બુધવારે, સુષ્માની તેના પતિ રમેશ સિંહે તેના ઘરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના બાદ આરોપી ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અત્રી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
,

મળતી માહિતી મુજબ, રમેશ સિંહ બુધવારે તેમના ઘરે આવ્યો અને તેમની પત્ની સુષ્મા દેવીને બળજબરીથી રૂમમાં લઈ ગયો. રૂમને તાળું મારીને તેણે તેની પત્ની સુષ્મા દેવીની ગોળી મારીને હત્યા કરી દીધી. છાતી પાસે ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટના બાદ પતિ રમેશ સિંહે દરવાજો ખોલ્યો અને ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો. સુષ્મા દેવી અટારી બ્લોકની પંચાયતમાં વિકાસ મિત્ર તરીકે કામ કરતી હતી. પતિ દ્વારા પત્નીની હત્યાની ઘટના બાદ વિસ્તારના લોકો સ્તબ્ધ છે.

 

શરૂઆતની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે પતિને શંકા હતી કે તેની પત્નીને કોઈ બીજા સાથે અફેર છે. આ વાત પર તેને ગુસ્સો આવ્યો. ગુસ્સે થઈને તેણે તેની પત્નીને રૂમમાં બંધ કરી દીધી અને ગોળી મારી દીધી. જોકે, પોલીસે હજુ સુધી ઘટનાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. પોલીસ કાર્યવાહી ચાલુ છે.


આ અંગે ગયાના એસએસપી આનંદ કુમારે જણાવ્યું હતું કે અટારી પોલીસ સ્ટેશન હેઠળના તેતુવા ગામમાં એક મહિલાની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ આરોપીઓની શોધમાં સતત દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.

(7:42 PM IST)