<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

આર્થિક વિવાદમાં સસરાએ કુહાડીના ઘા ઝીંકી જમાઈની હત્‍યા કરી

પાલઘર,તા.૧૦: ઉછીનાં લીધેલાં નાણાં પાછાં ન આપનારા જમાઈની કુહાડીના ઘા ઝીંકી કથિત હત્‍યા કરવા બદલ પોલીસે ૭૫ વર્ષના સસરા વિરુદ્ધ ગુનો નોંધ્‍યો હતો.

વાડા પોલીસ સ્‍ટેશનના સિનિયર ઈન્‍સ્‍પેક્‍ટર દત્તાત્રણ કિંદ્રેએ જણાવ્‍યું હતું કે ઘટના સોમવારની રાતે વાડા પરિસરમાં બની હતી. ૪૨ વર્ષના મળતકે નોકરી અપાવવાની લાલચે અનેક લોકો પાસેથી નાણાં પડાવ્‍યાં હતાં. જોકે બાદમાં લોકોને નોકરી તો મળી નહોતી, પણ નાણાં પણ પાછાં મળ્‍યાં નહોતાં.

જમાઈએ તેના સસરા પાસેથી પણ ઉછીનાં નાણાં લીધાં હતાં, જે તે પાછાં ચૂકવતો નહોતો. આ વાતને લઈ સસરા-જમાઈ વચ્‍ચે છેલ્લા બે મહિનાથી વારંવાર ઝઘડા થતા હતા. સોમવારે રાતે આરોપી જમાઈના ઘરે ગયો હતો. રૂપિયાને મુદ્દે તેમની વચ્‍ચે ફરી બોલાચાલી થઈ હતી. ગુસ્‍સામાં આવી આરોપીએ કુહાડીથી જમાઈ પર હુમલો કર્યો હતો.

હુમલામાં જમાઈનું મળત્‍યુ થતાં આરોપી ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી. મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે મળતકના સગાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્‍યાનો ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી.(૪૦.૭)

(9:59 AM IST)