News of Thursday, 10th April 2025
GST પોર્ટલ પર બેંકખાતા, સરનામાની વિગતો આપવામાં નહીં આવે તો દંડ થશે
૧૫ દિવસમાં વિગતો નહીં આપનાર પાસેથી ૫૦ હજારનો દંડ વસૂલ કરાશે

મુંબઇ તા.૧૦: જીએસટી પોર્ટલ પર વેપારીઓ દ્વારા બેંક ખાતાની વિગતો તેમજ ઓફિસ, ગોડાઉન સહિતનાં સ્થળોના સરનામાની વિગતો આપવામાં નહીં આવે તો આવે તો ૫૦ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવનાર છે. તેના માટે કરદાતાઓને ૧૫ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. ૧૫ દિવસના સમયગાળામાં જીએસટી પોર્ટલ પર બેંક ખાતા અને સરનામાની વિગતો રજૂ કરવાની રહેશે.
આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્યું હતું કે જીએસટી પોર્ટલ પર ૧૫ દિવસમાં બેંક ખાતા અને ઓફિસ, દુકાન, ગોડાઉન સહિતના સ્થળના સરનામાં રજૂ કરવાના રહેશે. આ માટે આગામી દિવસોમાં વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી શકયતા એવી છે. તેના ભાગરૂપે વિગતો રજૂ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. તે દરમિયાન તમામે પોતાની વિગતો પોર્ટલ પર ચકાસી લેવાની રહેશે. જો વિગતો આપવામાં નહીં આવી હોય તો ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ પણ વસૂલ કરવામાં આવનાર છે.
જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ નંબર લેવામાં આવતો હતો ત્યારે આવી વિગતો રજૂ કરવામાં આવતી નહોતી. ત્યારબાદ તેમાં સુધારો કરીને કરદાતાઓ વિગતો અપલોડ કરના ૨ હતા, પરંતુ હજુ પણ અનેક કરદાતાઓ બેંક ખાતા અને સરનામા આપ્યા નથી. આ માટે વખતો વખત તાકીદ કરવામાં આવ્યા બાદ પણ કાર્યવાહીને ગંભીરતાથી લેવામાં આવતી નહીં હોવાના કારણે જ હશે ૫૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો નિયમ લાવવામાં નિયમ લાવવામાં આવ્યો છે. સાથે સાથે કેટલાક વેપારીઓ દુકાન, ઓફિસ કે ગોડાઉનનું સ્થળ બદલ્યું હોય તેવા સંજોગોમાં વિગતો અપલોડ કરતા નહોતા. તેના લીધે પણ જીએસટી વિભાગ દ્વારા જયારે તપાસ કરવામાં આવે ત્યારે સમસ્યા ઊભી થતી હતી. આ ઉપરાંત ઈ-વે બિલમાં પણ તકલીફ પડતી હતી. આ તમામ સમસ્યાના નિવારણ માટે જ બેંક ખાતા અને સરનામાં રજૂ કરવા માટે કરદાતાઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. (૩૮.૪)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
