<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

પુજારીએ દુષ્કર્મ છુપાવવા માટે સીતાપુરના પત્રકારની કરાવી હત્યા:34 દિવસ બાદ પોલીસનો મોટો ઘટસ્ફોટ

પત્રકારની હત્યાની સુપારી સ્થાનિક પૂજારી બાબા શિવાનંદ ઉર્ફે વિકાસ રાઠોડે આપ્યી હતી:પત્રકારે પુજારીને એક સગીર છોકરા સાથે જાતીય સંબંધ બાંધતા જોઈ લીધો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીની હત્યાના 34 દિવસ પછી ગુરુવારે પોલીસે હત્યાનો ખુલાસો કર્યો. 8 માર્ચના રોજ, પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીની મહોલીથી સીતાપુર આવતા સમયે હેમપુર ઓવરબ્રિજ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પત્રકારની હત્યાની સુપારી સ્થાનિક પૂજારી બાબા શિવાનંદ ઉર્ફે વિકાસ રાઠોડે આપ્યી હતી. આ મામલો પૂજારીના દુષ્કર્મ સાથે સંબંધિત છે. પોલીસે બાબા સાથે કોન્ટ્રાક્ટ લેનારા નિર્મલ સિંહ અને અસલમ ગાઝીની ધરપકડ કરી છે. પત્રકારની હત્યા કરનારા ગોળીબાર કરનારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ બાબતનો ખુલાસો કરતા એસપી ચક્રશ મિશ્રાએ જણાવ્યું હતું કે પોલીસ અનેક મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. દરમિયાન, એ વાત પ્રકાશમાં આવી કે પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી મહોલી વિસ્તારમાં સ્થિત કર્મદેવ મંદિરમાં વારંવાર જતા હતા. રાઘવેન્દ્રની મિત્રતા વિકાસ રાઠોડ ઉર્ફે વિકાસ મિશ્રા ઉર્ફે શિવાનંદ (બાબા) સાથે થઈ હતી, જે અહીં મંદિરમાં પૂજારી તરીકે રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પૂજારી બાબા છેલ્લા કેટલાક મહિનાઓથી મંદિરના સંચાલનમાં મદદ કરતા એક સગીર છોકરા પર બળાત્કાર કરી રહ્યો હતો.

મંદિરમાં દર્શન કરતી વખતે, પત્રકારે પુજારીને એક સગીર છોકરા સાથે જાતીય સંબંધ બાંધતા જોઈ લીધો હતો. બાબાને ડર હતો કે રાઘવેન્દ્ર તેના દુષ્કૃત્યોનો પર્દાફાશ કરશે. તેની સામાજિક પ્રતિષ્ઠા અને મંદિરમાંનું સ્થાન છીનવાઈ જશે. પોતાના દુષ્કૃત્યો ખુલ્લા પડી જશે તેવા ડરથી, પુજારી બાબાએ પત્રકારને રસ્તા પરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો અને બે ગુનેગારો, નિર્મલ સિંહ અને અસલમ ગાઝીનો સંપર્ક કર્યો, જેઓ વારંવાર મંદિરમાં આવતા હતા. પત્રકારની હત્યા કરવા બદલ બાબાએ બંનેને 4 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. બંનેએ જિલ્લાના બે શૂટર્સનો સંપર્ક કર્યો, તેમને 3 લાખ રૂપિયા આપ્યા અને ઘટનાને અંજામ આપ્યો. મહોલી પોલીસ સ્ટેશન અને SOG ની પોલીસે પુજારી બાબા અને કોન્ટ્રાક્ટ લેનારા નિર્મલ અને અસલમ ગાઝીની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ ગોળીબાર કરનારાઓની શોધ ખોળ કરી રહી છે.

 

(7:49 PM IST)