<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ટોલની રકમમાં ઘટાડો થશે, આઠથી ૧૦ દિવસમાં નવી પોલિસીની જાહેરાત થશેઃ નીતિન ગડકરી

મહિનાના અંતમાં કે મે મહિનાથી કેન્‍દ્ર સરકાર સેટેલાઇટ આધારિત ટોલ-વ્‍યવસ્‍થા શરૂ કરશે

નવી દિલ્‍હી,તા.૧૧: કેન્‍દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકાર ટૂંક સમયમાં નવી ટોલ સિસ્‍ટમ આખા દેશમાં લાગુ કરશે જેને કારણે ટોલ-ટેક્‍સની રકમમાં ઘટાડો થશે. આગામી આઠથી ૧૦ દિવસમાં આ સંદર્ભમાં નવી જાહેરાત કરવામાં આવશે.

લોકોને રાહત આપવાના પગલા તરીકે અને ટોલની વ્‍યવસ્‍થા વધારે પડતી યુઝર-ફ્રેન્‍ડ્‍લી બનાવવાના ભાગરૂપે આ નવી સિસ્‍ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે. ગડકરીએ જણાવ્‍યું હતું કે હાલમાં રોજ પચીસથી વધારે કિલોમીટરના હાઇવે બાંધવામાં આવી રહ્યા છે અને આ લક્ષ્યાંક અમે રોજ ૧૦૦ કિલોમીટર સુધી લઈ જવા માગીએ છીએ, વધતા જતા રોડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ટોલ જરૂરી છે. નવી ટોલપ્રણાલી વિશે ગડકરીએ જાણકારી આપી નહોતી, પણ એવું લાગી રહ્યું છે કે આ મહિનાના અંતમાં કે મે મહિનાથી કેન્‍દ્ર સરકાર સૅટેલાઇટ આધારિત ટોલ-વ્‍યવસ્‍થા શરૂ કરશે.

૨૦૧૯-'૨૦માં ૨૭,૫૦૩ કરોડ રૂપિયાનો ટોલ એકઠો થયો હતો.

૨૦૨૩-'૨૪માં ટોલ-કલેક્‍શન ૬૪,૮૦૯.૮૬ કરોડ રૂપિયા રહ્યું હતું જે એના પહેલાંના નાણાકીય વર્ષ કરતાં ૩૫ ટકા વધારે હતું.(૪૦.૧૧)

(10:05 AM IST)