News of Friday, 11th April 2025
પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુકોઃ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી,તા.૧૧: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર પેકેજ્ડ ફૂડ પર ર્વોનિંગ લેબલિંગ અંગે નવા નિયમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. જેમાં દરેક પેક્ડ ખાદ્ય પદાર્થના આગળના ભાગમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આનાથી લોકોને ખબર પડશે કે તે વસ્તુમાં કેટલી ખાંડ, મીઠું કે હાનિકારક ચરબી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) હેઠળ હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રિશન (NIN)એ ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા જારી કરી છે. NINએ કહ્યું, ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના કડક ધોરણો છે, પરંતુ લેબલ પર આપવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે.' આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કોર્ટનું ધ્યાન એ સોગંદનામા તરફ દોર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે હિસ્સેદારો સહિત જાહેર જનતા તરફથી વાંધાના સ્વરૂપમાં લગભગ ૧૪,૦૦૦ ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે અને કેન્દ્રએ ર્વોનિંગ લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન્સ ૨૦૨૦માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.(૪૦.૭)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
