<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

પ્રોપર્ટીના ભાવમાં ૨૯ ટકાનો વધારો

આમ આદમીને ઘરના ઘરનું સપનું રોળાશે! : નવા પ્રોજેક્‍ટ્‍સમાં સરેરાશ ઘરના ભાવમાં સૌથી વધુ ૨૯ ટકાનો વધારો કોલકાતામાં થયો હતો. આ પછી, થાણેમાં તે ૧૭ ટકા, બેંગલુરુમાં ૧૫ ટકા, પુણેમાં ૧૦ ટકા, દિલ્‍હી-એનસીઆરમાં પાંચ ટકા છે

નવી દિલ્‍હી તા.૧૧: છેલ્લા નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૫) માં નવા શરૂ થયેલા રહેણાંક પ્રોજેક્‍ટ્‍સના ભારિત સરેરાશ ભાવમાં કાચા માલના ઊંચા ખર્ચને કારણે નવ ટકાનો વધારો થયો છે. આ માહિતી લિસ્‍ટેડ રિયલ એસ્‍ટેટ ડેટા એનાલિસ્‍ટ કંપની પ્રોપઇક્‍વિટી દ્વારા આપવામાં આવી હતી. પ્રોપઇક્‍વિટીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, નવ મુખ્‍ય શહેરોમાં નવા ઘરોની સરેરાશ કિંમત ૨૦૨૩-૨૪માં ૧૨,૫૬૯ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી ૨૦૨૪-૨૫માં નવ ટકા વધીને ૧૩,૧૯૭ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થવાની ધારણા છે.

નવા પ્રોજેક્‍ટ્‍સમાં સરેરાશ ઘરના ભાવમાં સૌથી વધુ ૨૯ ટકાનો વધારો કોલકાતામાં થયો હતો. આ પછી થાણે ૧૭ ટકા, બેંગલુરુ ૧૫ ટકા, પુણે ૧૦ ટકા, દિલ્‍હી-એનસીઆર ૫ ટકા, હૈદરાબાદ ૫ ટકા અને ચેન્નાઈ ૪ ટકા વળદ્ધિ સાથે ક્રમે છે. મુંબઈ અને નવી મુંબઈમાં મકાનોના ભાવમાં ૩ ટકાનો ઘટાડો થયો.

પ્રોપઇક્‍વિટી અનુસાર, છેલ્લા એક વર્ષમાં માંગ અને પુરવઠો નરમ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જમીન, મજૂરી અને બાંધકામ સામગ્રી સહિતના કાચા માલના ભાવમાં વધારાને કારણે મકાનોના ભાવમાં વધારો થયો છે. બેંગલુરુ સ્‍થિત BCD ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર (CMD) અંગદ બેદીએ જણાવ્‍યું હતું કે ટોચના ભારતીય શહેરોમાં નવા મકાનોના ભાવમાં તીવ્ર વધારો મજબૂત અંતિમ-વપરાશકર્તા માંગ, સ્‍થિર રોકાણકારોનો વિશ્વાસ અને વધતા બાંધકામ ખર્ચને દર્શાવે છે.(૩૮.૩)

(10:20 AM IST)