<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ઘોર કળિયુગઃ ૫ બાળકોની માતા, ૪ બાળકોના પિતા સાથે ભાગી ગઈ

ફેસબુક પર પોસ્‍ટ કરતા ભાંડો ફુટયો...પ્રેમી કપલ ફરાર થયા બાદથી તેમના બાળકોને લઈને લોકોમાં ચિંતા

સિદ્ધાર્થનગર તા.૧૧: પાંચ બાળકોની મા ગામમાં જ રહેતા ચાર બાળકોના પિતા સાથે ઘર છોડીને ભાગી ગઈ. એટલું જ નહીં, પ્રેમી સાથે લગ્ન કરીને એક ફોટો પણ ફેસબુક પર શેર કરી દીધો. આ ફેસબુક પોસ્‍ટ સામે આવ્‍યા બાદ બંનેના પરિવારને તેની જાણ થઈ. પ્રેમી કપલને લઈને સ્‍થાનિક વિસ્‍તારમાં ભારે ચર્ચાનો વિષય બન્‍યો છે. ત્‍યારબાદ મીડિયા બંનેના પરિવાર પાસે પહોંચ્‍યો અને ચોંકાવનારી વાત સામે આવી. આ પ્રેમી કપલ લાંબા સમયથી ફરાર થવાની રાહ જોઈ રહ્યું હતું. આ પ્રેમી કપલ ફરાર થયા બાદથી તેમના બાળકોને લઈને લોકોમાં ચિંતા વ્‍યાપી ગઈ છે.

સિદ્ધાર્થનગર વિસ્‍તારના એક ગામમાં ૫ બાળકોની માનું દિલ ગામના જ ચાર બાળકોના પિતા પર આવી ગયું. ધીમે ધીમે એકબીજાને મળવા લાગ્‍યા, બાદમાં એક દિવસ મોકો જોઈને ઘર છોડીને ભાગી ગયા. સિદ્ધાર્થનગર જિલ્લાના મહરિયા ગામની રહેવાસી ગીતા નામની મહિલા, જે પાંચ બાળકોની માતા છે. તે એ જ ગામના ચાર બાળકોના પિતા ગોપાલ પટવા સાથે અચાનક ગુમ થઈ ગઈ. આ મામલો ત્‍યારે સામે આવ્‍યો, જ્‍યારે ગોપાલે પોતાની પ્રેમિકા ગીતા સાથે લગ્નની તસવીર ફેસબુક પર અપલોડ કરી દીધી અને સાથે રીલ બનાવીને ફેસબુક પર અપલોડ કરી.

વાયરલ ફોટોમાં પ્રેમી અને પ્રેમિકા વરમાળા નાખતા દેખાઈ રહ્યા છે અને જોતાં એવું લાગે છે કે, બંનેએ લગ્ન કર્યા છે. ફોટો વાયરલ થવાથી બંનેના પરિવારના લોકો આઘાતમાં છે અને પોલીસ સ્‍ટેશનના ચક્કર કાપી રહ્યા છે. સાથે જ પરિવારના લોકો પોલીસ પર કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ મામલો ૫ એપ્રિલનો છે, તે દિવસે ગીતા પોતાના પતિ અને બાળકોને છોડીને ઘરની રોકડ રકમ અને ઘરેણાં લઈને અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ. પહેલા તો મહિલાના પતિ શ્રીચંદને લાગ્‍યું કે, પત્‍ની પિયરમાં ગઈ છે, પણ ૩ દિવસ બાદ ગામના લોકોથી જાણવા મળ્‍યું કે ગીતાએ લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં ગોપાલ પટવા સાથે લગ્ન મંડપમાં દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં શ્રીચંદને મોટો આઘાત લાગ્‍યો. શ્રીચંદને ૫ બાળકોમાં ચાર દીકરી અને એક દીકરો છે. સૌથી મોટી દીકરીની ઉંમર ૧૯ વર્ષની છે. જ્‍યારે સૌથી નાની દીકરીની ઉંમર ૫ વર્ષની છે. મુંબઈ પહેલા વડાપાઉ વેચનારા શ્રીચંદ હવે ગામમાં મજૂરી કરી બાળકોનો ઉછેર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ૅતે જે રૂપિયા અને ઘરેણાં લઈને ગઈ છે, બસ તે પાછા આપી જાય. હવે ગીતા સાથે અમારે કોઈ લેવાદેવા નથી.

તો વળી બીજી તરફ ગોપાલની પત્‍નીએ પણ પોતાની પીડા શેર કરતા કહ્યું કે, ગોપાલ પહેલા મુંબઈમાં રાખડી બનાવવાનું કામ કરતો હતો, પણ હવે ન તો ખર્ચો મોકલે છે ન પરિવારની દેખરેખ રાખે છે. મહિલા ખુદ એક ખાનગી હોસ્‍પિટલમાં સફાઈ કર્મીનું કામ કરી પોતાના બાળકોનું પેટ ભરે છે. હવે ગોપાલે બીજા લગ્ન કરી લીધા છે, તો ગોપાલની પત્‍ની પોતાના બાળકોના અધિકારોની માગ કરતા સંપત્તિમાં ભાગ અને ખર્ચાની માગ કરી રહી છે.

આ મહિલાને ૫ બાળકોમાં ૪ દીકરી છે, તો વળી પ્રેમીને ૩ બાળકોમાં ૩ દીકરી છે. મહિલાના પતિનું કહેવું છે કે ૅઅમને ખાલી જે ૯૦ હજાર રૂપિયા અને ઘરેણાં લઈને ગઈ છે, તે પાછા આપી દે અને અમારે તેમની સાથે કોઈ મતલબ નથી.ૅ તો વળી પ્રેમીની પત્‍નીનું કહેવું છે કે જ્‍યારે તેમણે લગ્ન કરી જ લીધા છે તો સંપત્તિમાં અમને ભાગ આપી દે અને બાળકોના ભરણપોષણ માટે ખર્ચા આપી દે, કેમ કે બાળકો મારે ઉછેરવાના છે.

(11:00 AM IST)