<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

અમેરિકા સાથેની ટેરીફવૉર તીવ્ર બનતાં યુઆન ૧૭ વર્ષના તળીયે

ચીનમાંથી વિદેશી રોકાણકારો વિદાય લેવા સંભવ ચીનની સેન્‍ટ્રલ બેન્‍કે ચીનની અન્‍ય બેન્‍કોને ડૉલર ખરીદવા પર બ્રેક મુકવા કહ્યું: મૂડી ખેંચાઈ જતાં ચીન સમક્ષ નાણાંકીય અસ્‍થિરતા તોળાઈ રહી છે

નવી દિલ્‍હી તા.૧૧: ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચી ગયો છે. એક તરફ ટ્રમ્‍પની ટેરિફ વૉરને લીધે વિશ્વ બજારો સતત તૂટી રહ્યાં છે. ત્‍યારે સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ચાયનાને ડૉલર સામે યુઆન ઘટાડવા નિર્ણય લીધો છે. કહો કે લેવો પડયો છે.

યુઆનની કિંમત ઘટતાં ચીનને વિકાસ ક્ષેત્રેનો સારો એવો લાભ મળશે જ, કારણ કે યુઆન સસ્‍તો થતાં આયાતકારો ચીનનો માલ ખરીદવા આકર્ષાશે. પરંતુ તે સામે ભીતિ ને ઉપસ્‍થિત થઇ છે કે વિદેશી રોકાણકારો ચીનના ચલણની સ્‍થિરતા ન જોતાં તેઓની મૂડી ચીનમાંથી પાછી ખેંચી લેવા તત્‍પર બનશે તેમ વિશ્‍લેષકોનું માનવું છે.

બુધવારે ડૉનાલ્‍ડ ટ્રમ્‍પે ચીન સિવાય અન્‍ય તમામ દેશોને માટે ટેરિફ વધારામાં ૯૦ દિવસની રાહત આપી છે. બીજી તરફ ચીનની ચીજોની આયાત ઉપર ૧૨૫ ટકા જેટલો આયાત કર (ટેરિફ) વધારી દીધો છે. આથી ધૂંધવાયેલાં ચીને અમેરિકાની ચીજોની આયાત ઉપરના ૫૦ ટકા ટેરિફ ઉપર બીજો વધારાનો ટેરિફ નાખી કુલ ટેરિફ ૮૪ ટકા કરી નાખ્‍યો છે. આમ વિશ્વની બે સૌથી પ્રબળ આર્થિક સત્તાઓ સામ સામે શિંગડાં ભરાવી રહેતાં વૈશ્વિક અર્થતંત્રમાં એક તરફ અસ્‍થિરતા શરૂ થઇ ગઈ છે. તો બીજી તરફ મંદીનાં એંધાણ પણ દેખાઈ રહ્યાં છે તેવું વિશ્‍લેષકોનું સ્‍પષ્ટ મંતવ્‍ય રહ્યું છે. અમેરિકાના ટેરિફનો નિર્ણયાત્‍મક અને પ્રબળ રીતે કરવાનો ચીને નિર્ધાર કર્યો છે.

ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા લિન જિયાને કહ્યું હતું કે પોતાના કાયદેસરના અધિકારો અને હિતોનાં રક્ષણ માટે ચીન નિ?ાત્‍મક રીતે અને મજબૂતીથી પગલાં ભરશે તે ચીનનાં સાર્વભૌમત્‍વ સલામતી અને વિકાસને નુકસાન થાય તેવું કશું જ સહી શકશે નહીં.

લીને વૉશિંગ્‍ટન ઉપર ટેરિફનો દબાવવા માટે ઉપયોગ કરવાનાં શષા તરીકે આક્ષેપ મુકયો હતો. સાથે તે કાર્યવાહીને શક્‍તિની શતરંજ અને કગાર પર લઇ જવાની ગતિવિધિ સમાન ગણાવી હતી.

આ સાથે લિને તેમ પણ કહ્યું હતું કે જ્‍યાં સુધી કોઈ સમજૂતી નહીં સધાય ત્‍યાં સુધી અમેરિકાના ડૉલર અને ચાયનાનો યુઆન ફોરેન એક્ષેચન્‍જ માર્કેટ (એફ એક્ષ માર્કેટ)માં કેન્‍દ્ર સ્‍થાને રહેશે.

સહજ છે કે નબળા યુઆનને લીધે ચીનની નિકાસ સસ્‍તી થશે. તો બીજી તરફ ભલે નિકાસ વધે પરંતુ નબળા યેનને લીધે વિદેશી મૂડી રોકાણ ખેંચાઈ જશે. વિદેશી મૂડી ખેંચાંતાં નાણાંકીય અસ્‍થિરતા વધવાની ભીતિ પણ રહેલી છે.

આ પરિ-ેક્ષ્યમાં ચીનની સેન્‍ટ્રલ બેન્‍કે દેશની બેન્‍કોને સરકારી બેન્‍કોને તો ખાસ કરીને ડૉલરની ખરીદી ઉપર અંકુશ મુકવા આદેશ આપી દીધો છે તેમ રોઇટર્સ જણાવે છે.

ઑન શોર યુઆન (દેશમાં યુઆન) ડૉલર દીઠ ૭.૩૫૧૮ પોઇન્‍ટ જેટલો આજે સવારે નીચે ઉતરી ગયો હતો. જે છેલ્લાં ૨૬ વર્ષ ડીસેમ્‍બર ૨૦૦૭ પછી સૌથી નીચાં તળીયે પહોંચ્‍યો હતો. પીપલ્‍સ બેન્‍ક ઑફ ચાયના (ચીનની મધ્‍યસ્‍થ બૅન્‍ક)એ ગુરૂવારે બપોરે તે મિડપોઇન્‍ટ ૭.૨૦૯૨એ રાખ્‍યો. જે ૨૦૨૩ના સપ્‍ટેમ્‍બર પછીના ૧૧ વર્ષનો સૌથી નીચો દર રહ્યો પરંતુ રોઇટર્સ તો તે હજી પણ નીચે જઇ એક ડોલર દીઠ ૭.૩૪૮૪ જેટલો નીચે જશે તેમ કરે છે. ટૂંકમાં ચીનની નાણાંકીય સ્‍થિતિ અસ્‍થિર છે.

(11:09 AM IST)