News of Friday, 11th April 2025
અમેરિકામાં હવે શાવરમાંથી ફુલ ફોર્સમાં પાણી આવશે પ્રતિ મિનિટ ૯.૫ લીટરની મર્યાદા દૂર કરી દીધી ટ્રમ્પે

વોશીંગ્ટન, તા.૧૧: ડોનલ્ડ ટ્રમ્પ કયારે શું આદેશ આપી દે છે એની કોઈને જાણ નથી હોતી. હાલમાં અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં ભલે ગ્લોબલ ટ્રેડ વૉર અને ટૅરિફને લઈને હોબાળો મચી ગયો હોય પરંતુ ટ્રમ્પના એજન્ડામાં શાવરમાંથી આવતા પાણીના ફોર્સનો મુદ્દો પણ સામેલ છે. અમેરિકન રાષ્ટ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જો બાઇડનના કાર્યકાળમાં લાગુ કરાયેલા શાવર પર પ્રતિબંધ લગાવવાના આદેશને પલટી નાખ્યો છે. બુધવારે તેમણે આ મુદ્દે એક એક્ઝિકયુટિવ ઑર્ડર પર પણ સહી કરી દીધી છે.
હકીકતમાં ડોનલ્ડ ટ્રમ્પ વર્ષોથી ફરિયાદ કરી રહ્યા છે કે અમેરિકામાં શાવરમાંથી આવતો પાણીનો ફ્લો ઓછો હોય છે જેનાથી નાહવા અને વાળ ધોવા જેવાં કામ પણ મુશ્કેલ થઈ જાય છે. ઑર્ડર સાઇન કરતી વખતે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે ‘મારા કેસમાં મને પોતાના સુંદર વાળની સારી સંભાળ માટે સારું શાવર જોઈએ, પરંતુ મારે ૧૫ મિનિટ ઊભા રહેવું પડે છે ત્યારે વાળ ભીના થાય છે. આ ખૂબ હાસ્યાસ્પદ છે.'
ડોનલ્ડ ટ્રમ્પે શાવરમાંથી આવતા પાણીના ફોર્સ પર પ્રતિ મિનિટ ૯.૫ લીટરની જે મર્યાદા હતી એ દૂર કરી દીધી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
