<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

વોટ્‍સએપને તાત્‍કાલિક અપડેટ કરો

કેન્‍દ્ર સરકારે જાહેર કરી છે સિકયોરિટી વોનિંઁગ, નહીંતર થશે નુકસાન

નવી દિલ્‍હી તા.૧૧: ભારત સરકારે ડેસ્‍કટૉપ પર વોટ્‍સએપ વાપરતા લોકોને એક મોટા સુરક્ષા-જોખમ વિશે ચેતવણી આપી છે. ઇલેક્‍ટ્રોનિક્‍સ અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી મિનિસ્‍ટ્રી હેઠળ આવતી ભારતીય કમ્‍પ્‍યુટર ઇમર્જન્‍સી રિસ્‍પોન્‍સ ટીમ (CERT-IN)એ ૯ એલિે એ વોટ્‍સએપ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે જેમણે પોતાના પર્સનલ કમ્‍પ્‍યુટર પર ડેસ્‍કટોપ એપ ઇન્‍સ્‍ટોલ કરી છે. સરકારને વોટ્‍સએપમાં કેટલીક સુરક્ષા-ખામીઓ મળી આવી છે જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ વ્‍યક્‍તિનો અંગત ડેટા ચોરી શકે છે. આ ખામીઓને કારણે વ્‍યક્‍તિનું અકાઉન્‍ટ પણ હેક થઈ શકે છે. સરકારે યુઝર્ર્સને સલાહ આપી છે કે તેઓ પોતાના વોટ્‍સએપને તાત્‍કાલિક અપડેટ કરે. નવા અપડેટમાં આ ખામીઓ દૂર કરી દેવામાં આવી છે. આ સિવાય યુઝર્સને કોઈ પણ શંકાસ્‍પદ લિન્‍ક પર ક્‍લિક કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ અજાણી વ્‍યક્‍તિ તમને મેસેજ મોકલે છે તો એને નજરઅંદાજ કરીને તાત્‍કાલિક બ્‍લોક કરી દો એવી સલાહ આપવામાં આવી છે.

(12:19 PM IST)