<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

NEET પેપર લીકના માસ્‍ટરમાઇન્‍ડ સંજીવ મુખિયા પર ૩ લાખનું ઇનામ

 

 નવી દિલ્‍હી : NEET પેપર લીક કેસનો મુખ્‍ય આરોપી સંજીવ મુખિયા હજુ ફરાર છે. બિહારના નાલંદા જિલ્લાના ભૂતખાર ગામનો રહેવાસી સંજીવ આ કૌભાંડનો મુખ્‍ય સૂત્રધાર માનવામાં આવે છે. બિહાર પોલીસે તેની ધરપકડ માટે ૩ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસે તેના ઘરે આત્‍મસમર્પણની નોટિસ પણ ચોંટાડી હતી, પરંતુ તે હજુ પકડાયો નથી. પોલીસ હવે તેની મિલકત જપ્ત કરવાની તૈયારીમાં છે. આ કેસમાં સંજીવના પુત્ર સહિત ઘણા લોકો જેલમાં છે. આર્થિક ગુના એકમ પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે.  આ ઘટનાએ શિક્ષણ પ્રણાલીની પારદર્શિતા પર સવાલો ઉભા કર્યા છે.

(2:39 PM IST)