<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

અમેરિકાની ‘‘ઐસી કી તૈસી'': ચીને વળતો ‘‘ટેરિફ બોંબ'' ફોડયો

ચીન અમેરિકી વસ્‍તુઓ પર ટેરિફ ૮૪%થી વધારીને ૧૨૫ ટકા વસુલશેઃ વધારાના ટેરિફનો કાલથી જ અમલઃ અમેરિકી શેરબજાર તુટયું

 

 

બીજીંગ,તા.૧૧: ચીન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલ ટેરિફ વોર સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગયું છે. હવે ચીને અમેરિકા પર ૧૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આવી સ્‍થિતિમાં, ચીન હવે અમેરિકાથી આવતા માલ પર ૧૨૫ ટકા સુધીનો ટેક્‍સ વસૂલશે. અગાઉ ચીને આ ટેરિફ વધારીને ૮૪ ટકા કર્યો હતો. ૧૨૫ ટકા ટેરિફની જોગવાઈ ૧૨ એ-લિથી અમલમાં આવશે.

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ચીન પર ૧૪૫ ટકા ટેરિફ લાદવામાં આવ્‍યા બાદ ચીને પણ યોગ્‍ય જવાબ આપ્‍યો છે. ચીને અમેરિકન ઉત્‍પાદનો પર ટેરિફ ૮૪ ટકાથી વધારીને ૧૨૫ ટકા કરવાની જાહેરાત કરી છે. આ વધારાનો ટેરિફ ૧૨ એપ્રિલથી લાગુ થશે.

ચીનના નાણા મંત્રાલયે જણાવ્‍યું હતું કે ૧૨ એ-લિથી ચીનમાં અમેરિકન ઉત્‍પાદનો પરનો ટેરિફ ૮૪ ટકાથી વધીને ૧૨૫ ટકા થશે. આ સંદર્ભે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે જો અમેરિકા આ રીતે ચીનના હિતોને કચડી નાખતું રહેશે તો અમે છેલ્લા શ્વાસ સુધી પ્રતિક્રિયા આપીશું. ચીનનો આ નિર્ણય ટ્રમ્‍પના તે આદેશ બાદ આવ્‍યો છે, જેમાં અમેરિકાએ ચીની ઉત્‍પાદનો પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કર્યો હતો.

આ પહેલા, અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ચીન પર ૧૪૫ ટકા ટેરિફ લાદવામાં આવ્‍યા બાદ ચીનના રાષ્‍ટ્રપતિએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્‍પષ્ટ જવાબ આપતા કહ્યું કે આ વેપાર યુદ્ધમાં કોઈ જીતશે નહીં.

ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા સાથેના વેપાર યુદ્ધ પર પોતાની પહેલી -તિક્રિયા આપતા કહ્યું કે તેમનો દેશ ડરવાનો નથી. બેઇજિંગમાં સ્‍પેનના વડા -ધાન પેડ્રો સાંચેઝ સાથે વાત કરતા જિનપિંગે કહ્યું કે આ વેપાર યુદ્ધમાં કોઈ જીતશે નહીં. દુનિયાની વિરુદ્ધ જઈને તમે ફક્‍ત તમારી જાતને અલગ પાડશો.

તેમણે કહ્યું કે ૭૦ વર્ષમાં ચીને પોતાની મહેનતના બળ પર વિકાસ કર્યો છે. અમે કોઈના દબાણ સામે ઝૂકવાના નથી. જિનપિંગે યુરોપિયન યુનિયનને અમેરિકાના આ એકપક્ષીય ગુંડાગીરી સામે એક થવા વિનંતી કરી.

શી જિનપિંગે અમેરિકા સાથે વધતા વેપાર યુદ્ધ વચ્‍ચે ચીન અને ચ્‍શ્‍ વચ્‍ચે સહયોગ વધારવા પર ભાર મૂકયો. તેમણે કહ્યું કે ચીન અને યુરોપે તેમની આંતરરાષ્‍ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ અને આ એકપક્ષીય ગુંડાગીરીનો સંયુક્‍ત રીતે જવાબ આપવો જોઈએ.

એ વાત જાણીતી છે કે ટ્રમ્‍પે બુધવારે અમેરિકામાં ચીની ઉત્‍પાદનો પર ૧૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ વ્‍હાઇટ હાઉસે પાછળથી પુષ્ટિ કરી કે ફેન્‍ટાનાઇલ પર ચીન પર ૨૦ ટકા ટેરિફ પહેલેથી જ લાદવામાં આવ્‍યો છે, તેથી ચીન પર ટેરિફ દર વધીને ૧૪૫ ટકા થઈ ગયો છે.(૪૦.૨૮)

(3:03 PM IST)