News of Friday, 11th April 2025
યુક્રેનને મોટી લશ્કરી સહાય આપશે બ્રિટન
એન્ટી ટેંક માઈન્સ અને લાખો ડ્રોન આપવાની જાહેરાતઃ રશીયા પર વધશે દબાણ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશીયા વચ્ચે ઘણાં સમયથી ચાલી રહેલ યુધ્ધમાં હવે યુરોપીયન દેશો યુક્રેનને વધારે મદદ આપી રહ્યા છે. બ્રિટને શુક્રવારે જાહેરાત કરી કે તે યુક્રેનને ૪૫૦ મીલીયન પાઉન્ડ (લગભગ ૫૮૦ મીલીયન ડોલર)ની લશ્કરી મદદ આપશે. આ મદદ યુક્રેનના સંરક્ષણને મજબૂત સ્થિતીમાં લાવવા માટે અપાઈ રહી છે.
આ સહાયતામાંથી ૩૫૦ મીલીયનપાઉન્ડ બ્રિટનના આ વર્ષના ૪.૫ બીલીયન પાઉન્ડનાં સૈન્ય સહાયતા પેકેજમાંથી આપવામાં આવશે. આ સાથે જ નોર્વે પણ આ પેકેજમાં પોતાનું યોગદાન આપશે.
આ સહાયતા પેકેજ હેઠળ યુક્રેનને હથિયારો અને ઉપકરણોના રીપેરીંગ અને મેઈન્ટેન્સ માટે જરૂરી સન્માન મળશે. સાથે જ તેમાં રાડાર સિસ્ટમ, એન્ટી-ટેંક માઈન્સ અને લાખોની સંખ્યામાં ડ્રોન પણ સામેલ છે.
બ્રિટનના સંરક્ષણ પ્રધાન જોન હોલી અને જર્મનીના રક્ષામંત્રી બેરિસ પિસ્ટોરિયસે બ્રસેલ્સમાં યુક્રેન ડીફેન્સ કોન્ટેકટ ગ્રુપ'ની બેઠકની અધ્યક્ષતા કરી. આ ગ્રુપ નાટો અને અન્ય સહયોગી દેશોનું એક ગ્રુપ છે, જે યુક્રેનને મદદ કરે છે.
બ્રિટીશ રક્ષામંત્રી હોલીએ કહ્યું કે યુક્રેન ડીફેન્સ કોન્ટેકટ ગ્રુપનું કામ બહુુ જરૂરી છે. જેથી યુક્રેનને મજબૂત સ્થિીતીમાં લાવી શકાય અને રશીયન રાષ્ટ્રપતિ પુતિન પર યુધ્ધ સમાપ્ત કરવા દબાણ ઉભું કરી શકાય.
ગુરૂવારે બ્રિટન અને ફ્રાંસના નેતૃત્વમાં એક ખાસ બેઠક થઈ હતી. જેને કોએલિશન ઓફ ધ વિલીંગ'' નામ આપ્યું હતું. આ બેઠકમાં એ દેશોના રક્ષામંત્રીઓ સામેલ થયા હતા જેઓ યુધ્ધ સમાપ્ત થવાની સ્થિતીમાં શાંતિ જાળવી રાખવા માટે તૈયાર છે
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
