<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગાયક નીતિન મુકેશે મનોજ કુમારના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, નિર્દેશક અને દેશભક્તિની ફિલ્મોના પર્યાય ગણાતા મનોજ કુમારને જાણીતા ગાયક નીતિન મુકેશે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ખૂબ ભાવથી "એક પ્યાર કા નગમા હૈ" ગીત ગાઈને ગીતાંજલિ અર્પણ કરી હતી. તેમના પિતા અને મહાન ગાયક મુકેશ જે મનોજકુમારની સંખ્યાબંધ ફિલ્મોમાં યાદગાર ગીતો ગાયા છે.

મનોજ કુમાર, જેમને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવતા હતા, તેમણે 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'રોટી કપડા ઔર મકાન' અને 'ક્રાંતિ' જેવી આઇકોનિક ફિલ્મો દ્વારા ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

નીતિન મુકેશ, જેમના પિતા મહાન ગાયક મુકેશે મનોજ કુમારની ઘણી ફિલ્મોમાં યાદગાર ગીતો ગાયા હતા, તેમણે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, "મનોજ કુમાર એક મહાન કલાકાર અને દેશભક્ત હતા. તેમની ફિલ્મો દ્વારા તેમણે દેશની નવી પેઢીને પ્રેરણા આપી. અમારા પરિવાર સાથે તેમનો ખાસ સંબંધ હતો, અને આજે તેમના વિયોગની આ ઘડી અમારા માટે અત્યંત દુઃખદ છે."

(5:22 PM IST)