<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

હુર્રિયત સાથે જોડાયેલા બીજા એક જૂથ જમ્મુ અને કાશ્મીર માસ મૂવમેન્ટે અલગતાવાદને નકારી કાઢ્યો, અમિત શાહે આ પગલાનું કર્યું સ્વાગત

આ અઠવાડિયે, જમ્મુ-કાશ્મીર ઇસ્લામિક પોલિટિકલ પાર્ટી, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટે પણ જમ્મુ અને કાશ્મીરમાં હુર્રિયતથી પોતાને કરી દીધા અલગ : અત્યાર સુધીમાં, 12 જેટલા સંગઠનો બંધારણમાં વિશ્વાસ રાખીને અલગતાવાદથી થયા અલગ

હુર્રિયત સાથે જોડાયેલા બીજા એક સંગઠન, જમ્મુ અને કાશ્મીર માસ મૂવમેન્ટે અલગતાવાદને નકારી કાઢ્યો છે, ભારતની એકતા પ્રત્યે તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા જાહેર કરી છે. અત્યાર સુધીમાં, 12 જેટલા હુર્રિયત સાથે જોડાયેલા સંગઠનોએ બંધારણમાં વિશ્વાસ રાખીને અલગતાવાદથી અલગ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર હેઠળ, જમ્મુ અને કાશ્મીરમાં એકતાની ભાવના પ્રવર્તે છે. તેમણે ઉમેર્યું કે આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનનો વિજય છે. ગયા અઠવાડિયે, જમ્મુ-કાશ્મીર ઇસ્લામિક પોલિટિકલ પાર્ટી, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટે પણ જમ્મુ અને કાશ્મીરમાં હુર્રિયતથી પોતાને અલગ કરી દીધા.

 

(7:10 PM IST)