News of Friday, 11th April 2025
પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ રમખાણો : મુર્શિદાબાદમાં હિંસા, પથ્થરમારો અને આગચંપીનાં મળી રહેલા અહેવાલ
વકફ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદમાં આગચંપી કરવામાં આવી : વક્ફ કાયદાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આઝમગંજ - ફરક્કા વચ્ચે ટ્રેન પણ રોકી દીધી

મુર્શિદાબાદ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. વક્ફ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદમાં રસ્તા પર ઉતરેલા લોકોએ આગચંપીનો આશરો લીધો છે. વક્ફ કાયદાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આઝમગંજ - ફરક્કા વચ્ચે ટ્રેન પણ રોકી હતી. બદમાશોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કર્યો અને તોડફોડ અને આગચંપીનો આશરો લીધો.
શુક્રવારે પશ્ચિમ બંગાળમાં નમાજ બાદ, કોલકાતા સહિત ઘણા શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વકફ સુધારાનો વિરોધ કર્યો હતો. વકફ (સુધારા) અધિનિયમ હવે કાયદો બની ગયો છે. કોર્ટમાં કાયદા સામે વાંધો ઉઠાવવાને બદલે, મુઠ્ઠીભર લોકો વિરોધના નામે રસ્તાઓ પર તોડફોડ અને આગચંપીનો આશરો લઈ રહ્યા છે. વધુ વિગતો મેળવાય રહી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
