<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

બલિ આપવા જઈ રહેલા લોકોની કાર નદીમાં ખાબકી

જબલપુરના ચરગવાં વિસ્તારની ઘટનાઃજબલપુરના ચરગવાં વિસ્તારની ઘટના

જબલપુર, તા.૧૧: મધ્ય પ્રદેશના જબલપુરના ચરગવાં વિસ્તારમાં ગુરુવારે એક ફુલ સ્પિડ કાર બેકાબૂ થતાં પુલની રેલીંગ તોડીને નદીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે અને બે ઘાયલ થયા છે. રિપોર્ટ્સ અનુસાર, ડ્રાઈવર ફુલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને અચાનક ગાડી બેકાબૂ થઈ ગઈ. વાહન પુલની રેલીંગ તોડીને બાદમાં નદીમાં પડી ગઈ.

ચરગવાં પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક પ્યાસીએ આઈએએનએસ સાથે વાત કરતા જણાવ્યું કે, આ ઘટના બપોરે લગભગ ૩.૩૦થી ૩.૪૫ની વચ્ચે થઈ હતી.

ગ્રામ લોકોની સૂચના મળતા તરત પોલીસ આવી ગઈ. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી. કાર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે બે અન્ય લોકો ઘાયલ થઈ ગયા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે જબલપુર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ઘાયલ લોકોની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે.

કારમાં સવાર લોકો એક બકરાને બલિ આપવા લઈ જતા હતા. અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે, નજીકમાં આવેલા દેવતાને બકરાની પ્રતીકાત્મક ભેટ આપ્યા બાદ પરત ફરી રહ્યા હતા. જે એક અનુષ્ઠાનનો ભાગ હતો. કારણ કે તમામ લોકો એક જ સમુદાયના હતા. જો કે બકરો દુર્ઘટનામાં બચી ગયો છે. અધિકારીએ જણાવ્યું કે, ઘાયલ તમામ યાત્રાના નિવેદન આપવાની સ્થિતિમાં નથી. પોલીસ ઘટના વિશે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બચેલા લોકોના નિવેદનની રાહ જોઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, ચરગવાં પોલીસની ટીમ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ તરત ઘટનાસ્થળે પહોંચી. ટીમે સ્થાનિક રહેવાસીઓની મદદથી કારમાં ફસાયેલા ઘાયલો અને મૃતકોને બહાર કાઢ્યા. ઘાયલોને તરત સારવાર માટે જબલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મૃત્યુ પામનારા લોકોના નામ

ચારેય મૃતકો ચૌકીતાલ ગામના રહેવાસી છે. મૃતકોની ઓળખ કિશન પટેલ (૩૫), મહેન્દ્ર પટેલ (૩૫), સાગર પટેલ (૧૭) અને રાજેન્દ્ર પટેલ (૩૫) તરીકે થઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની ઓળખ મનોજ પ્રતાપ (૩૫) અને જીતેન્દ્ર પટેલ (૩૬) તરીકે થઈ છે. આ તમામ એક જ ગામના રહેવાસી હતા.

 

 

(9:48 PM IST)