હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અનોખા લગ્ન : 70 વર્ષના વૃદ્ધ વરરાજા અને 20 વર્ષની યુવાન કન્યા:જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
70 વર્ષીય વરરાજા સફેદ કુર્તો અને સાફો પહેરીને મંડપમાં બેઠેલા બાજુમાં 20 વર્ષીય દુલ્હન લાલ પોશાકમાં સજ્જ :બંને વચ્ચે 50 વર્ષનો ઉંમરનો તફાવત જોઈનેમહેમાનો દંગ

મુંબઈ : સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં 70 વર્ષના વરરાજા અને 20 વર્ષની દુલ્હન જોવા મળે છે. આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં 70 વર્ષના વૃદ્ધ વરરાજા અને 20 વર્ષની યુવાન કન્યાની જોડીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes હેન્ડલ દ્વારા પણ શેર કરવામાં આવ્યું છે. આ ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં 70 વર્ષીય વરરાજા સફેદ કુર્તો અને સાફો પહેરીને મંડપમાં બેઠેલા જોવા મળે છે. આ તરફ એક 20 વર્ષીય દુલ્હન લાલ પોશાકમાં સજ્જ છે. બંને વચ્ચે 50 વર્ષનો ઉંમરનો તફાવત જોઈને ત્યાં હાજર મહેમાનો અને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, વરરાજા તેની કન્યાને જોઈને ખુશ છે અને કન્યા પણ હળવું સ્મિત કરી રહી છે.
કેટલાક લોકો મંડપમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે, પરંતુ મહેમાનોના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટપણે દેખાય છે. આ કપલને જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે મજાકમાં લખ્યું, 'શું થઈ રહ્યું છે?' કેટલાક લોકોએ તેને મેળ ન ખાતી જોડી ગણાવી. ઘણા યુઝર્સે આના પર રમુજી મીમ્સ પણ બનાવ્યા. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. જોકે એ પણ શક્ય છે કે, આ વીડિયો કોઈ મજાકનો ભાગ હોય કારણ કે તેની સત્યતાની પુષ્ટિ થઈ નથી. તેમ છતાં આ અનોખા લગ્ને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
