<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ઝારખંડમાં માઓવાદીઓએ બોમ્બ ફેંક્યા બાદ એક પોલીસ કર્મચારી શહીદ, સીપીઆરએફ જવાન ઘાયલ

રાજ્યના પહાડી ચૈબાસા વિસ્તારમાં માઓવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થતાં પોલીસ કર્મચારી સુનિલ ધનનું થયું મૃત્યુ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કોબ્રા યુનિટના વિષ્ણુ સૈની પણ ઘાયલ થયા, બંનેને હેલિકોપ્ટરમાં રાજ્યની રાજધાની રાંચી લઈ જવાયા હતા

નવી દિલ્હી : ઝારખંડના એક પહાડી વિસ્તારમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું અને એક અર્ધલશ્કરી સૈનિક ઘાયલ થયો હતો.

પોલીસે જણાવ્યું કે રાજ્યના પહાડી ચૈબાસા વિસ્તારમાં માઓવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થતાં પોલીસ કર્મચારી સુનિલ ધન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કોબ્રા યુનિટના વિષ્ણુ સૈની પણ ઘાયલ થયા હતા. બંનેને હેલિકોપ્ટરમાં રાજ્યની રાજધાની રાંચી લઈ જવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓથી સુનિલ ધનનું મૃત્યુ થયું.

"આ ઘટનામાં બે જવાન - એક કોબ્રા 203 બટાલિયનનો અને બીજો ઝારખંડ જગુઆરનો - ઘાયલ થયા હતા. બંનેને વધુ સારી સારવાર માટે રાંચી લઈ જવામાં આવ્યા છે," કોલ્હાનના ડીઆઈજી મનોજ રતન ચોથેએ અગાઉ સમાચાર એજન્સીને જણાવ્યું હતું.

શ્રી ચોથેએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં માઓવાદી વિરોધી કાર્યવાહી ચાલી રહી છે અને સુરક્ષા દળોએ આ સમય દરમિયાન ઘણા IED ને નિષ્ક્રિય કર્યા છે.

 

(10:11 PM IST)