News of Sunday, 13th April 2025
સુદાનમાં ભૂખમરાનો સામનો કરી રહેલા લોકો પર હુમલાઃ 100થી વધુ લોકોના દર્દનાક મોત
અર્ધ લશ્કરી દળ આરએસફએ સુદાનના દારકુર ક્ષેત્રમાં ભૂખરાનો સામનો કરી રહેલા લોકોના કેમ્પ પર હુમલો કર્યાઃ સતત બે દિવસ સુધી કરેલા હુમલામાં ર૦ બાળકો સહિત ૧૦૦ થી વધુ લોકોના મોત

નવી દિલ્હીઃ સુદાનમાં ભૂખમરાનો સામનો કરી રહેલા લોકો પર હુમલામાં 100થી વધુ લોકોના દર્દનાક મોત થયા છે. આંદોલન જૂથ જનરલ કોઓર્ડિનેશન ઓફ ડિસ્પ્લેસ્ડ એન્ડ રેફ્યૂજીજએ જણાવ્યુ હતું કે, હુમલાઓ ગુરુવારે શરૂ થયા હતા અને શનિવાર સુધી ચાલુ રહ્યા. આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારો, બજારો અને આરોગ્ય કેન્દ્રોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા.
સુદાનના દર્ફૂર ક્ષેત્રમાં શુક્રવારથી ચાલુ રહેલા હુમલાઓમાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઓછામાં ઓછા 20 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલો અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર RSF એ અલ-ફાશેર શહેર અને નજીકના ઝમઝમ અને અબુ શૌક વિસ્થાપિત શિબિરો પર જમીની અને હવાઈ હુમલા કર્યા.
યુએન કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) એ શનિવારે જણાવ્યું હતું કે આ હુમલાઓએ આ શિબિરોમાં વિનાશ થયો છે જે પહેલાથી જ ભુખમરા સામે ઝઝૂમી રહ્યા હતા.
વિસ્થાપિત વ્યક્તિઓ અને શરણાર્થીઓના જનરલ કોઓર્ડિનેશન નામના ચળવળ જૂથે જણાવ્યું હતું કે હુમલાઓ ગુરુવારે શરૂ થયા હતા અને શનિવાર સુધી ચાલુ રહ્યા. આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારો, બજારો અને આરોગ્ય કેન્દ્રોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. સંગઠને આ હુમલાઓને યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ ગણાવ્યા.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
