<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

જ્યોર્જિયાએ હિન્દુફોબિયા વિરુદ્ધ કાયદો પસાર કર્યો

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યે ઇતિહાસ રચ્યો : હિન્દુફોબિયા અને હિન્દુ વિરોધી ભેદભાવને રોકવા માટે કાયદો પસાર કરનાર તે પ્રથમ યુએસ રાજ્ય બન્યું

નવી દિલ્‍હીઃ  અમેરિકાના જ્યોર્જિયા રાજ્યે ઇતિહાસ રચ્યો છે. હિન્દુફોબિયા અને હિન્દુ વિરોધી ભેદભાવને રોકવા માટે કાયદો પસાર કરનાર તે પ્રથમ યુએસ રાજ્ય બન્યું છે. રાજ્યમાં હિન્દુ સમુદાયની સુરક્ષા અને તેમની સામે વધતા ભેદભાવને રોકવા માટે આ પગલું એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યું છે.
આ બિલ 4 એપ્રિલના રોજ જ્યોર્જિયા જનરલ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવ્યું હતું. સેનેટ બિલ 375 (SB 375) ને રિપબ્લિકન સેનેટર સીન સ્ટીલ અને ક્લિન્ટ ડિક્સન, તેમજ ડેમોક્રેટિક સેનેટર જેસન એસ્ટેવ્સ અને ઇમેન્યુઅલ ડી. જોન્સ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ બિલ હિન્દુફોબિયાને વ્યાખ્યાયિત કરે છે. હાલના ભેદભાવ વિરોધી કાયદાઓમાં આનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હિન્દુફોબિયાને હિન્દુ ધર્મ પ્રત્યે પ્રતિકૂળ, વિનાશક અને અપમાનજનક વલણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
જો આ બિલ કાયદો બનશે, તો તે જ્યોર્જિયાના દંડ સંહિતામાં સુધારો કરશે. આ અંતર્ગત, રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને હિન્દુફોબિયાને ધ્યાનમાં રાખીને ભેદભાવ અને નફરતના ગુનાઓના કેસોમાં કાર્યવાહી કરવાનો અધિકાર મળશે. આ બિલ જાતિ, રંગ, ધર્મ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકતા હાલના કાયદાઓમાં હિન્દુફોબિયાનો સમાવેશ કરશે. હિન્દુ વિરોધી ગુનાઓમાં સજા વધારવા માટે વકીલોને હિન્દુફોબિયાને એક પરિબળ તરીકે ધ્યાનમાં લેવાની પણ મંજૂરી આપવામાં આવશે.

(2:47 PM IST)