<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

સાપના શ્રાપથી મુક્તિ મેળવવા મહિલાએ પોતાની 7 મહિનાની દીકરીનું કાસળ કાઢ્યુઃ કોર્ટે ફટકારી મોતની સજા

મહિલાના પતિ બી કૃષ્ણા પહેલેથી જ માનસિક સમસ્યાઓથી પીડિત હતી અને એક જ્યોતિષીએ તેને કહ્યું હતું કે તે સર્પા દોષથી પીડિત છે, જેના કારણે તે માનસિક રીતે ઊંડી અસરગ્રસ્ત આ કૃત્‍ય કર્યુ

નવી દિલ્‍હીઃ તેલંગાણામાં સાપના શાપથી છુટકારો મેળવવા માટે પોતાની સાત મહિનાની પુત્રીનું બલિદાન આપનાર 32 વર્ષીય ગૃહિણીને શુક્રવારે સૂર્યપેટની સ્થાનિક અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટે આ સજા આરોપી મહિલા બી ભારતી ઉર્ફે લસ્યાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવીને સંભળાવી છે. ઘટના 15 એપ્રિલ, 2021ની છે, જ્યારે ભારતીએ તેના ઘરે વિશેષ પૂજા દરમિયાન તેની પુત્રીનું ગળું કાપીને અને જીભ કાપીને હત્યા કરી હતી.
ઘટના સમયે તેના બીમાર સસરા ઘરમાં હાજર હતા, જેમને યુવતીની ચીસો સાંભળીને શંકા ગઈ અને તેણે ભારતીને લોહીથી લથપથ કપડાંમાં બહાર જતી જોઈ. સસરાએ તરત જ પુત્ર અને પડોશીઓને જાણ કરી. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
ભારતીના પતિ બી કૃષ્ણાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મારી પત્નીએ પૂજા દરમિયાન કહ્યું હતું કે તેણે અમારી પુત્રીનો બલિદાન આપીને સાપના શ્રાપમાંથી મુક્તિ મેળવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભારતીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
કૃષ્ણાએ કહ્યું કે ભારતી પહેલેથી જ માનસિક સમસ્યાઓથી પીડિત હતી અને એક જ્યોતિષીએ તેને કહ્યું હતું કે તે સર્પા દોષથી પીડિત છે, જેના કારણે તે ખૂબ જ માનસિક રીતે પ્રભાવિત છે. પરિવારે ખમ્મામમાં મનોચિકિત્સકની સલાહ લીધી, પરંતુ ભારતીએ દવાઓ લીધી નહીં.
2023 માં, ભારતીએ તેના પતિ પર પણ એક કિલો વજનના પથ્થર વડે હુમલો કર્યો હતો, જ્યારે તે સૂઈ રહ્યો હતો, ત્યારબાદ તેની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ તેને એક વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી.
કોદાદના ડીએસપી શ્રીધર રેડ્ડીએ કહ્યું, "તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે, કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યો અને આરોપીને ફાંસીની સજા ફટકારી." પોલીસે બાળકીના કાકા અને ફોરેન્સિક નિષ્ણાતો સહિત 10 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. આરોપી ભારતીને હવે હૈદરાબાદની ચંચલગુડા મહિલા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે.

(4:53 PM IST)