News of Sunday, 13th April 2025
પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય બન્યા : વસ્તી વધી કે ઘટી ?: જાણો શું કહે છે છેલ્લા 5 વર્ષના આંકડા
પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમોની વસ્તીમાં ઘટાડો થયો:આ સમુદાય હવે 0.09 ટકાથી ઘટીને માત્ર 0.07 ટકા થઈ ગયો

પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી જૂથ બની ગયા છે. આ આંકડા વર્ષ 2024ની વસ્તી ગણતરીમાંથી લેવામાં આવ્યા છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) એ સાતમી વસ્તી અને ગૃહ વસ્તી ગણતરી 2023 ના પરિણામો જાહેર કર્યા છે
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ 'ડોન' અનુસાર, વર્ષ 2023 માં દેશની કુલ વસ્તી 240,458,089 હતી. આ દર્શાવે છે કે પાકિસ્તાનમાં મુસ્લિમોનો હિસ્સો 2017 માં 96.47 ટકાથી ઘટીને 2023 માં 96.35 ટકા થઈ ગયો છે.
પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી ૨૦૧૭ માં ૩.૫ મિલિયનથી વધીને ૨૦૨૩ માં ૩.૮ મિલિયન થવાનો અંદાજ છે, જોકે કુલ વસ્તીમાં તેમનો હિસ્સો ૧.૭૩ ટકાથી ઘટીને ૧.૬૧ ટકા થયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અન્ય લઘુમતી સમુદાયોની વસ્તી ઝડપથી વધી છે. અહીં ખ્રિસ્તી વસ્તી પણ 2.6 મિલિયનથી વધીને 3.33 મિલિયન થઈ ગઈ છે.
પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમોની વસ્તીમાં ઘટાડો થયો છે. આ સમુદાય હવે 0.09 ટકાથી ઘટીને માત્ર 0.07 ટકા થઈ ગયો છે. અહીં શીખ સમુદાયની વસ્તી ૧૫,૯૯૮ છે, અને પારસી સમુદાયની વસ્તી ૨,૩૪૮ છે. માહિતી અનુસાર, પાકિસ્તાનની વસ્તી 2017 માં 207.68 મિલિયનથી વધીને 2023 માં 241.49 થવાની ધારણા છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
