News of Sunday, 13th April 2025
મહારાષ્ટ્રમા મનપાની ચૂંટણી પહેલા ઉદ્ધવ જૂથને વધુ એક મોટો ફટકો : પ્રવક્તા સંજના ઘાડી ,તેના પતિ તેમજ પૂર્વ કોર્પોરેટરે પાર્ટી છોડી દીધી
ત્રણેયનું નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું

મુંબઈઃ આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ને મોટો ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીના પ્રવક્તા સંજના ધાડી અને તેમના પતિ, તથા ભૂતપૂર્વ કોર્પોરેટર સંજય ધાડીએ આજે પક્ષને જય મહારાષ્ટ્ર કહીને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથમાં વિધિવત જોડાયા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન દ્વારા મહા વિકાસ આઘાડી (એમવીએ)ને નિર્ણાયક રીતે હરાવ્યા બાદ પક્ષની અદલાબદલી સાથે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધુ તીવ્ર બની છે.
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં અગ્રણી નેતા માનવામાં આવતા સંજના ધાડી ભૂતપૂર્વ કોર્પોરેટર છે અને પાર્ટીમાં ડેપ્યુટી લીડરનું પદ સંભાળી ચુક્યા છે. તાજેતરમાં શિવસેના (યુબીટી) એ સત્તાવાર પ્રવક્તાઓની એક યાદી બહાર પાડી હતી, જેમાં શરૂઆતમાં તેમનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું, જેનાથી તેમના અસંતોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે તેમનું નામ આખરે છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. મળતા અહેવાલો સૂચવે છે કે તેઓ પાર્ટીના આંતરિક નિર્ણયોથી નારાજ હતા
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
