હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત શિક્ષણ વ્યવસ્થા પર અખિલેશ યાદવે કર્યા પ્રહાર કર્યા : બે વર્ષ જુનુ બોર્ડનુ રિઝલ્ટ પોસ્ટ કરી શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા
શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે: ડો મનીષ દોશી

ગુજરાત શિક્ષણ વ્યવસ્થા પર સપા સુપ્રિમો અખિલેશ યાદવે કર્યા પ્રહાર કર્યા હતા. બે વર્ષ જુનુ બોર્ડનુ રિઝલ્ટ પોસ્ટ કરી શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે એક ખાનગી ચેનલની પોસ્ટ વાયરલ કરી હતી. ભાજપનું ગુજરાત મોડેલ જ નિષ્ફળ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10માં ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરી શક્યો નથી.
આ ટ્વીટર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ મુદ્દો વધુ ગરમાતા ગુજરાત કોંગ્રેસ નેતાએ પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા ડો મનીષ દોશીએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું. ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું છે. સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટ છે. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
